________________
સદ્ગુરુ એટલે ભયંકર પાપ સામે લાલચંડી. [ ૩૦૭ પણ ઈચ્છા કરવાની નહિ. ઈચ્છા કરવાની ફક્ત ગુર્વાશામાં દત્તચિત્ત બનવાની.”
મહાત્મા ! તમે ઈચ્છા કરવાની ના પાડે. અને દશવિધ સમાચારમાં તે પ્રથમ ઇચ્છાકાર સામાચારી ફરમાવે છે. પછી તધાકાર-તહતિ સામાચારી સમજ છે...આમ થાય છે ત્યારે મારા મનની મૂંઝવણ ખૂબ વધી જાય છે.
સાધક ! એક ખ્યાલ રાખ તારે મોક્ષમાર્ગના આરાધક બનવાનું છે? કે મોક્ષમાર્ગના બાધક બનવાનું છે? મેહ તારા ઉપર બળવો કરી ન જાય એટલા માટે પહેલા ઈછાકાર સામાચારી બતાવી છે. ગુરુ ! હું તમારા ચરણે કોઈના દબાણથી આવતું નથી. કોઈના કહેવાથી આવતું નથી. કેઈની લાલચથી આવતું નથી. પણ, મારી ખુદની ભાવનાથી-સ્વેચ્છાએ આપના શરણે સમર્પિત બનું છુંમારું સર્વસ્વ તમારા શરણે છાવર કરું છું. હવે મારી પાસે કશું નથી રહ્યું. બસ, આપના ચરણે અંજલિઅદ્ધ પ્રણામ કરી એક જ વાત કહું છું. - “પુરિછજજ પંજલિડે કિ કાયવું એ ઈહ” સાધક ! તારે ઈચ્છા કરવાની પણ ગુરુની ઈચ્છા પ્રમાણે ઈચ્છા કરવાની એટલે સાધુ કહે છે. “ગુરુદેવ! મને સમજાયું છે. આપની ઈચ્છા મુજબ-આપની આજ્ઞા મુજબ, આપની ભાવના મુજબ ચાલવામાં મને લાભ છે. આપ