________________
કર્મના ઉદય સામે રાડ પાડવી તે મહદર્શન. [ ૨૧૯
અભિવૃદ્ધિ કર, તારા મુખ ઉપર ચમત્કાર સજાશે. દેહના લાલિત્ય માટે, દેહના સૌંદર્ય માટે તારે પ્રયત્ન કરવાને નથી. તારા આત્માને સ્વસ્થ બનાવ...પ્રસન્ન બનાવ સહનશીલ બનાવ.
ક્રોધ, માન, નિષ્ફરતાની દુછવૃત્તિ તારા હૃદયને કબજે લેશે તે તું અકાલે વૃદ્ધ બની જઈશ. યુવાની અકાળે કરમાઈ જશે, અને શરીરની શક્તિ ક્ષીણ થઈ જશે.
તારું મન સંયમથી પ્રસન્ન બનેલ હશે, ઉદાર વિચાર હશે તે વૃદ્ધાવમાં પણ તારા મુખ ઉપર ફૂલ ગુલાબી સૌદર્ય નિખરશે. આવું મુખ પરનું સદાનું હાસ્ય, તારા શાંત-પ્રશાંત મહા ઉપશાંત દિલનું દ્યોતક બનશે.
વિશ્વમાં કયારેય બન્યું નથી અને બનવાનું નથી કે આસુરી, રાજસી અને તામસી ભાવો ના હોય. સજજનતા અને દુર્જનતાના કદ્ધ ન હય, પાપ અને પુણ્ય ન હોય, સમ્ય) અને મિથ્યા શ્રદ્ધાના હોય. વિશ્વના આ ભાવ સમજનાર પિતાના આત્માને ટાણા રૂપે જુએ છે. ભ્રષ્ટા રૂપે
નહિ.
દુનિયા જેવી છે તેવા દર્શન કરવા તે સમ્યગ્ગદર્શન.
દુનિયાને આપણી ઈચ્છા મુજબ ચાલતી જોવી તે મિથ્યાષ્ટિ, પાશવીદષ્ટિ-પાશવીવૃત્તિ પશુ સ્વભાવની દ્યોતક છે.
ચિંતન-મનની વૃત્તિ માનવ સ્વભાવની દ્યોતક છે. પ્રત્યેક વ્યકિતની પ્રવૃત્તિના કારણોનું આપણે મનન