________________
૨૭૪ ]
ભુલ પ્રત્યે ઉપહાસ કરવા ક્રૂરતા છે.
કરેલ જો મારી શંકા નિવારણ કરે તેા હું ગુરુની વાત સ્વીકારુ....ગુરુ ગૌતમના હૃદયમાં શકા નિવારણ કરવાની અભિલાષા જાગી ન હેાત તા પરમાત્માના વચન કામિયાબ નીવડત ? સફળ થાત ?
આપણને સૌને ખ્યાલમાં જ છે, ત્રણસેાગે સઠ પાખડી મતવાદી રાજ ભગવાનની દેશના સાંભળે પણ સમવસરણની બહાર જઇને શું કહે ? પરમાત્મા મહાવીર ગપ્પાં મારે છે. આમ શા માટે કહે? સમજદારી નથી પૂર્વાગ્રહ છે. પરમાત્મા તારક નથી લાગ્યા. જાદુગર લાગ્યા છે. પરમાત્માની વાણી પણ જેના હૈયામાં સમ્યજ્ઞાન નથી તેને સમ્યગજ્ઞાનમાં સહાયક બનતી નથી.
વર્તમાનમાં મારા જેવાં કઇક જીવે છે જેને સમજ આવવાની આદત પડી હેાય છે પણ સાચે એ એક ગાંડપણ છે, દુનિયામાં કૂતરાને પ્રેમ કરનાર કેટલાંયે પશુપ્રેમી મળી આવે પણ હડકાયા કૂતરાને પ્રેમ કરનારા કોઇ ના મળે, તેમ આજનું વિશ્વ શિખામણ આપનારને કદાચ ચાહતું હશે. પણ પ્રતિપળ શિખામણ આપનારથી તા
દૂર ભાગે જ છે.
જયાં શિખામણ આપવાથી લાભના બદલે નુકશાન થાય ત્યાં પણ જો આપણે મૌન ના રહી શકીએ તે મુનિ
કર્યાંથી ?
આપણે શિખામણ આપી એટલે સૌ સુધરી ગયા. આવુ માનવાની પણ મૂખતા કયારેય ના કરવી.. તે આત્માની