________________
દુનિયાની તપાસ કરનારે ગુમાવે છે. [ ૨૮૧.
પ્રાયઃ કરીને વૃદ્ધો, વડીલો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ઉતાવળે અભિપ્રાય આપી દેતાં નથી. દરેક વાતને વિચારે છે. પછી ખૂબ જ તેલી તેલીને...ગણી ગણીને જાણે શબ્દના પણ પૈસા પડતાં હોય તેમ પરિચિત ખૂબ જ અલ્પ શબ્દ બોલે છે. આ વડીલ સ્વભાવ હોવા છતાં આજે સમુદ્રવિજય વિગેરે દશદશાણ રાજવીઓનાં સુખમાંથી કેમ આટલો ઉમળકો વ્યકત થઈ ગયે ?
વિશ્વના દરેક બંધન દરેક કાયદા ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી કાર્ય મહાન ના બન્યું હોય ! જ્યાં મહાન કાર્ય હોય ત્યાં સ્વપરના ભેદ રહેતા નથી. પૂછયા ન પૂછયાના ભેદ રહેતા નથી, આશીવાદ મેળવવા જવું પડતું નથી, આશિષ મળી જાય છે !!! સાધક ! - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તારા પુરુષાર્થને આહૂવાહન કરે છે. ઊઠ ! જા ! તારી પાસે પણ શકિત છે! વિશ્વની - સમસ્ત વડીલ શાહ પાસેથી શુભાશિષ મેળવવાની તારી પાસે તાકાત પણ છે, તારી પાસે અદ્ભુત સામર્થ્ય પણ છે ( તારા વડીલ ખુશ થાય તેવા સત્કાર્ય કરવાનું ! કદી તે અંતરના ઓરડામાં ડહાપણને દીવા પ્રગટાવી તારી આત્મ શક્તિને નિહાળી છે? પીછાણી છે? તને પણ સમ્યગદર્શન થશે. આત્મશકિતને જાણીશ તે રાજુલ જેવું તું પણ પરાક્રમ કરી શકીશ, સાધના માર્ગે ઊર્ધ્વગમન કરી શકીશ.