________________
૨૮૨ ]
જાતની તપાસ કરનાર મેળવીને જ રહે છે..
પણ ક્યારેય તારા ગુરુનું, તારાવડીલનું અવમૂલ્યન ન કરતો. પચીસ-ત્રીસ ગાથા કરી લઈશું એટલે તેઓ ખુશ થઈ જશે, પાંચ-છ જણની ગોચરી લઈ આવીશું, ચાર-છ હજારને સ્વાધ્યાય કરી લઇશું એટલે રીઝી જશે, ગુરુજીને પાણી આપી દઈશું, પડિલેહણ કરી દઈશું, ગુરુજીની હાજરીમાં “તહત્તિ તહત્તિ” “હાજી સાહેબ શું ફરમાવે છે?” તેવી તહત્તિ સમાચારીનું સમા ચરણ કરી લઈશું. બે ચાર ભક્તો બનાવી ગુરુજીની શિલા લેખમાં પ્રશસ્તિ લખાવી દઈશું બસ, પછી તે ગુરુજી રાજીના રેડ થઈ જશે. આ મવૃત્તિ હોય તે કડક શબ્દમાં આલેચના કરવી પડે. '
ભાટ ચારણની પ્રશંસા ભાટ ગુરુ પ્રસન્ન થાય પણ જિન શાસનના મહાન ગુરુ ક્યારેય પ્રશંસાથી પ્રસન ના થાય !”
જિનશાસનના તારક ગુરુ તે શિષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ રહેલી તેની મને વૃત્તિને નિહાળે છે. દિલ અને દેખાવની રેખાને તેઓ શીધ્ર ભેદી દે છે.
જિનશાસનના ગુરુઓની દષ્ટિ કતકરૃણ જેવી હોય છે. ફટકડીને નિર્મળ ભૂક્કો ગંદા પાણીમાં નાખો એટલે પાણી અને કચરો જુદા પડી જાય ! કચરે નીચે રહે અને નિર્મળ જલ ઉપર આવે! તેમ ગુરુજી તુરત સમજી જાય છે તે કેટલું કાર્ય આત્મશુદ્ધિથી કર્યું ? અને કેટલું કાર્ય