________________
૨૭૮ ]
લેાચ એટલે ભેદ વિજ્ઞાનની પરીક્ષા.
વડે સમ્યગ્ જ્ઞાન મેળવ. સમ્યગ્ જ્ઞાની સુલભતાથી ચારિ ત્રનુ પાલન કરી શકે. સમ્યગજ્ઞાની સ્વકલ્યાણ અને પર– કલ્યાણ કરવામાં સફળ બને !
સાધક !
મારા હૈયામાં તારા પ્રત્યે કરૂણા છે, સ્નેહ છે, તારા હિતની ભાવના છે. એટલે જ કહુ છુ સમુદ્ધિની વૃદ્ધિ કર. સમ્યજ્ઞાન આપ મેળે આવશે. સદ્દબુદ્ધિ દ્વારા સમ્યગ્ જ્ઞાન અને તે દ્વારા સ'પૂર્ણ જ્ઞાન-કેવલજ્ઞાન મેળવ એ જ હિત કામના છે. તું સમજદાર એટલે કોઇની પણ ફરિયાદ કરનાર નહિ. તું સમજદાર એટલે કોઇની પણ ભૂલને માટે તારી જાતને સુધારનાર આવી તારી એળખાણ..... મારા હૃદય મદિરમાં તારી યાદ રાખું છું ગમે ત્યારે મળજે..... ગમે ત્યાં મળજે....તને એળખી જઇશ....
પ્રભુ !
હિતશિક્ષા આપની....ાગ્યતા મારી....સિદ્ધ થાવ આપનું અને મારું સ્વપ્ન, સિદ્ધોની દુનિયામાં વિચરણ કરવાનુ સ્વીકાર, આત્મ ઉત્થાનની મારી વિનતી....