________________
૨૩૦ ગુરુના વરદાન જ શિષ્યના અરમાનને સફળ કરે છે. નહિ. એર ઘર છેડતાં આજ્ઞા માંગી શકે નહિ, કારણ તેને ભાગી છૂટવાનું હોય. વીર પ્રાયઃ આજ્ઞા માંગ્યા વગર ઘર છેડે નહિ.
પ્રત્યેક વિરાગી મહાપ્રસ્થાન કરતાં કહે છે. “અણુજહુ પવઈસામે અમે. આજ્ઞા આપે, અનુજ્ઞા આપો, રજા આપો. આ બધા શબ્દ સદ્ભાવનાના ઘોતક છે. પૂજયભાવને પ્રગટ કરનાર છે. તમારે ત્યાં જન્મ લીધે છે. તમારી દયાથી મેટો થયો છું. તમારા સંસ્કારે સમજણે થે છું, તમારા પુણ્ય દેવગુરુના સંપર્કમાં આવે છું. મેં રાગ અને વિરાગ બંનેને સમજવાની કોશિષ કરી છે. સંસારની સુંવાળી જીંદગીની મને જાણ છે. સંયમની કોર અંદગીની મને સમજ છે. રાગની બહારની મન મોહતા મને આકર્ષતી નથી. વિરાગની બહારની વિરસતા મને પીછેહઠ કરાવતી નથી. સમજીને રાગ છેડું છું. સમજીને વિરાગ રવીકારું છું. હવે તે એક જ વિનંતિ છે આપ આજ્ઞા આપે...”
એક વૈરાગી જ્યારે રાગી પાસે આજ્ઞા માંગે, ત્યારે શું વાગી એટલું ના સમજે કે જેલમાં પુરાયેલ કેદી બીજા કેદીને છૂટો થવા દે ખરે? જે વ્યક્તિ પ્રસ્થાનની મહત્તા સમજતી ન હોય તેની પાસે પણ અનુજ્ઞા માંગવાની? રાગી કયારેય વિરાગીને પક્ષકાર બને? એક સંસારી સંયમીને આજ્ઞા આપે ? અવરોધ કરે. છતાંય કેમ સંયમી આજ્ઞા માંગે છે?