________________
૨૨૮] ચિંતા ને ચિંતનમાં ફેરવવાની કલા તે સ. દર્શન, પક્ષના વકીલ બની જવાય. એક પક્ષને સાંભળીને ન્યાય કરે તે અપૂર્ણ ન્યાયાધીશ બંને પક્ષને સાંભળી, વિચારી કોઈપણ પક્ષની તરફેણ કે વિરોધ વગર ન્યાય કરે, ત્યારે જ તે ન્યાય અને બુદ્ધિની માયાજાળમાં અથડાઈ જાય, સુયક્તિ અને કુયુક્તિને સમજે નહિ તે ન્યાયને અભ્યાસી કે અન્યાયને અભ્યાસી ! ભલા !
ષડ્રદર્શન સમજી વિચારી તારે અનેકાંતના ઉપાસક બનવાનું છે. “મારું તે સારું આવા ભાટચારણના જેવા ગીતે તારે ગાવાના નથી. “સાચું તે મારૂં” આ ઉદ્ઘેષણ કરી તેની પાછળ સર્વસ્વના બલિદાન દેવાના છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આ ગાથામાં “ધીર શબ્દ ખૂબ જ સુયોગ્ય રીતે વપરાયેલ છે. વિચાર કરજે, દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે તાકિક, બૌદ્ધિક પ્રતિભા જોઈશે. તે સત્યથી સ્થિરતા માટે અદભૂત દીર્ય જોઈશે. ધીરતામાં એવી શક્તિ. છે કે વ્યક્તિ સમજી વિચારીને સ્વીકારેલ સત્ય માટે બલિદાન. આપી શકે છે. સાધકે !
- તું તારી શ્રદ્ધાને નિર્મળ કરવા દર્શનશાસ્ત્રને અભ્યાસી બન. કિયાવાદ–અકિયાવાદ-નિહનવવાદ બધા વાદવિવાદને સમજ. છેવટે વાદાધિરાજ સ્યાદ્વાદમાં સ્થિર બન...ધીર બની સ્યાદ્વાદના માર્ગે સંચર. તું સન્માર્ગને સાધક બન....અનેકને સન્માર્ગના સાધક બનાવ. - તમારા ચરણને સેવક બનીશ...તમારે પડછાયે. બનીને રહીશ.પછી એકાન્તવાદમાં નહિ ફસાઉં ને ?