________________
૨૩૮ ] સવાલ અને તિરસ્કારના સંગ્રહમાં શકિતને સંગ્રહ છે.
- સાધુના પગ કયારેય પપકારના કાર્ય કરતાં થાકે નહિ. સાધુના પગ ક્યારેય વિહાર કરતાં વિખવાદ ઊભે ના કરે. સાધુના પગ ક્યારેય આવશ્યક ક્રિયા કરતાં વિશ્રામ માંગે નહિ. સાધુના હાથ સદા અપ્રમત્તભાવે આરાધનામાં ઉપયોગી થાય. કિયા કરતાં મુદ્રા ઉપગ સાધુના હાથ રાખે જ. સેવા માટે કાર્ય કરવા સાધુના હાથ સદા તૈયાર હિય. સાધુની જીભ નિંદાના પાપથી ગંદી ના બને. ! સાધુની આંખ સદ્દગુણના દર્શન માટે સાધુના કાન શાસ્ત્ર શ્રવણ માટે
સાધુના અંગ અંગ કહેતા હોય, આ માંસના લાચા નથી. પણ ગુણ પ્રાપ્તિના સાધને છે. આ પાંચ ઇન્દ્રિય તથા આ અંગે એ મારા આત્માને ગુણમય બનાવવા ખૂબ મદદ કરી છે.
સાચે આ મારા અંગ નથી પણ મારા આત્માને ગુણની મૂતિ બનાવનાર શિલ્પીગણે છે. કેઈની મદદથી પરે પકારને ગુણ મળે. કેઈની મદદથી શાસ્ત્ર શ્રવણ મલ્યું. કેઈના સહારે ગુણ સ્તુતિ મળી. કેઈન સહારે દેવગુરુદર્શન મલ્યા. આ બધાએ મને જોઈતી સામગ્રી આપી ત્યારે ગુણીજને સંપર્ક થયે. અનેક ગુણીજના પરિચયે, તેઓના ગુણેએ મારા પર ચુંબક જેવું આકર્ષણ કર્યું. અને આજે તમે મને ગુણ કહે છે. પણ મારે તે કહેવું છે....ભાઈ.! આ મૂળ પ્રતિ