________________
૨૪ર ] પ્રમાદભાવની સાથે લડે તે સાધુ. હતા, છતાં સૌને પ્રત્યે તેઓના હૈયામાં કરણી જન્મી. વિશ્વના સમસ્ત જીવેને હૈયાની શુભભાવનાથી નવાજ્યાં એટલે જ પરમાત્મા ક્ષમામૂર્તિ કહેવાયા-બધાં નહિ!!
દુનિયાના કેઈપણ ભાગમાં ધાર્મિક-સામાજિક-રાજકીય ક્ષેત્રે ક્યાંય પણ ફરી આવે, કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ ગુણનું નામ જોડાયું હોય તે તેની ઊંડી તપાસ કરે. શા માટે તે ગુણથી વ્યક્તિ પ્રસિદ્ધિ પામી છે?
“વર્ષો સુધી સસ્થણની સાધના ભૂગર્ભમાં રહે છે, પછી જગતના મેદાનમાં પરીક્ષા થાય છે. તેમાં જે વ્યક્તિ વિજ્યી બને તે પછી સદ્દગુણ સાથે તેનું નામ જોડાય છે. નહિતર વ્યક્તિ અને ગુણ ભિન્ન રહે છે
જાવાજીવ અવિસામે એટલે ગુણની સાધના, ભેદ સાધનાથી નહિ, અભેદ સાધનાથી સિદ્ધ કરવાની.
gF “આયુષ્ય ન હોય તે ચાલે, પણ ગુણ ના હોય તે ના ચાલે. ગુણ એ જ શ્રમણનું જીવન ગુણ એ જ શ્રમનું આયુષ્ય અને ગુણ એ જ શ્રમણના પ્રાણ”
પ્રાણને વિચગ થાય તે પ્રાણીને નાશ–ગુણ વિયોગ થાય તે સ્વભાવને નાશ...ગુણ પ્રાપ્તિની સતત પ્રક્રિયા તેનું નામ શ્રમણ જીવન...બસ “ગુણી બન. સદ્ગ્રણી બન.મહાગુણી બન.”
અને કહું છું—“અનંતગુણી અરિહંત બન."