________________
૨૩૨ ] સાધનથી સુખની પ્રાપ્તિ થાય તે ધર્મની શોધ છે. સંયમ જીવનના સક્રિય ભાગીદાર નહિ બને. પણ માનસિક ભાવના રૂપ સંપત્તિથી તમે જરૂર ભાગીદાર બનશે... સંયમ હું પાળીશ અને તમે અને હું બંને નિર્જરાના નફામાં સાથે રહીશું. આમ સંયમ જીવનની અનુમોદનાથી તમને પણ નિર્જરા અને મને પણ નિર્જરા...બીજા જન્મમાં આપણે એકબીજાના ઉદ્ધારમાં સહાયક બનીશું. આપના ઉપકારોની સ્મૃતિ થાય છે તેથી કૃતજ્ઞ ભાવે પુનઃ પુનઃ વિનંતિ કરું છું.' '
રાગ તમને આશ્રવની ખાઈમાં ડુબાડી દેશે. તેથી તમે વિરાગની દોસ્તી કરી લે, વિરાગ તમને સંવર ધર્મની સાધના દ્વારા કર્મ નિર્જરા મહાલાભ આપશે. રાગ તમારા માનવ જન્મની નાલેશી કરી રહ્યો છે. ત્યારે વિશગની આજ્ઞા દ્વારા આપ માનવ જન્મના મૂલ્ય આંકી લે. હૈયામાં એક જ ભાવ રહે છે કે જેમના આ દેહ ઉપર અનેક ઉપકાર છે, જેમનું પવિત્ર લેહી મારી વિશુદ્ધ સંચમ સાધનામાં સહાયક થવાનું છે. તેમને શા માટે આજ્ઞા આપવા દ્વારા સંયમ ધર્મના અનુમોદકના બનાવું ?!
- દીક્ષાથી માતા પિતા પાસે આજ્ઞા માંગવા દ્વારા કહે છે કે હવે મેં ઈરછા ધર્મને ત્યાગ કર્યો છે, આજ્ઞા ધર્મને સ્વીકાર કર્યો છે. ઈચ્છા ધર્મમાં મેહનીય કમને ઉદય હોય છે. આજ્ઞાધર્મમાં આત્મ ભાવનું પ્રગટીકરણ થાય છે. હવે હું સ્વછંદ, ઉદ્ધત, અભિમાની નહિ રહું.