________________
૧૨.
અલાભેા ત ન તજ્જએ” '
સુખ પ્રાપ્ત થાય ને હસે, દુઃખ પ્રાપ્ત થાય ને રડે, ઇચ્છિત મળે ને ખુશ થાય, અનિચ્છિત મળે ને નાખુશ થાય એ સંસારી. સારું મળે, સુંદર મળે, મૂલ્યવાન મળે.... અમૂલ્ય મળે ને ખુશ થાય તે સજન....
“ સમ્યગ્ મળે....સત્ય મળે.. શાશ્વત મળે ને ખુશ થાય તે સત”...મહાત્મા જ. !....
તું માત્ર સંત નહિ, પણ સંત છતાં ભગવ ંત બનવા સમુત્સુક. દુનિયાના તાલ માપ જુદા....દુનિયાના તાલે જાતને માપે તે સંસારી....જ્ઞાનીના માલે જીવનને ધન્ય બનાવે તે સચમી. તારા સંયમ ભાવની, વૈરાગ્યની અનુમોદના કરતાં રોમાંચ ખડા થઇ જાય છે. તને આજે સયમ મળ્યું છે તે એક જન્મના પુરુષાની સિદ્ધિ નથી. છેલ્લા કેટલાંય જન્મથી રાગ વિરાગની સંતાકૂકડી રમ્યા બાદ આજ તું વૈરાગ્યના મેદાનમાં સંયમના સ્વાંગ સજી આત્મ સુભટ બન્યા છે.
વીરકવચ પહેરી ક્ષત્રિય જ્યારે તિલક કરાવી ઉલટભેર યુદ્ધના મેદાનમાં આવે છે ત્યારે રણભેરી વાગે છે પણ રણભેરીને નાદ સાંભળતાં જ કેટલાંકની છાતી ખેસી જાય છે, કેટલાં હતેાત્સાહી બની જાય છેતા કેટલાકને રણભેરીના નાદથી ઝનૂન ચઢે છે અને કેસરિયાં કરે છે. સ ંયમ સ્વીકાર્યા બાદ પરિષદ્ધની ફોજ તારા પર દશે દિશાથી હુમલા કરશે....ત્રાટકશે...તુ ગરમી ઠંડી સહી લઈશ, મચ્છર માંકડના ખને સહી લઇશ, પણ જ્યારે ગાચરીમાં નાનપાલ હશે, જ્યારે ગૃહસ્થના ઘરે અન્નપાણી અસુઝતા હશે, ત્યારે મનને સમાવીને, અને તનને
.
પ