________________ 156 ] કાર્ય કરવાના ગાફેલ રહેવું તેનું નામ મૂખતા. . નની પ્રભાવના ના કરે ? અમે સંસારી કેટલું દાન-પુણ્ય કરીએ છીએ? અમારા મુખમાં દાન કર્યા વગર તે અન્ન પણ જતું નથી. દીક્ષામાં તારે તે યાચીને--કેની પાસેથી - જ મેળવવાનું ને? ત્યાં તારે દાન આપવાનું છે? પૌષધ .શાળા બંધાવી શકે? જિનમંદિર બંધાવી શકે ? મન આવે ત્યારે તીર્થયાત્રા કરી શકે? ભારતના સંઘને જમાડી શકે ? ઢાનશાળા, પાંજરાપોળ ચલાવી શકે ? અમારા જીવનમાં તો હરક્ષણે હરપળે દાન અમે કરીએ છીએ. અધિક કહું ? દીક્ષા લીધા બાદ છેવટે અમને ઉપદેશ આપી શાસન પ્રભાવક ધર્મકાર્યો તારે અમારી પાસે જ પૂરા કરાવવા - પડશે. અમે દાન કરીશું, પાસાને સદુપયોગ કરીશું તે જ તમે જૈનધર્મનો પ્રચાર અને પ્રભાવ ફેલાવી શકશે, તું ઈતિહાસના અમરપૃષ્ઠ વાંચ...હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગુરુ પણ શાસન પ્રભાવના કયારે કરી શક્યા ? કુમારપાળ મહારાજા જેવા ઉદાર રાજવી મળ્યા તે ને? સાચું કહું, હેમચંદ્રાચાર્ય મ. ઈતિહાસમાં નામશેષ થઈ ગયા હોત, જે ગુર્જરના મહાન રાજવી કુમારપાળ દાન ગંગા ન વહાવી હોત તે...ઇતિહાસમાં હજી આગળ વધ. આર્ય મહાગિરિ મહારાજ અને આર્ય સુહસ્તિ મહારાજ બંને સગાભાઈ પણ આર્ય સુહસ્તિ સૂ. મ. જૈન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કેમ લખાઈ ગયા ? કારણ કે સંપ્રતિ મહારાજાએ તેમને આદર્શ ઝીલ્યો. ધન કરતાં દાનને મહત્ત્વ આપી આ ધરાને જિનમંદિરથી સુશોભિત કરી તિ.. તેથી જ તને કહું છું ભાઈ! ધર્મ કરવાને પણ