________________
શ્રદ્ધા એ અનેક અનુભવોની જનની છે. [ ૧૫
UF નંદનવનને મહિમા ગાતા જેમ કિનારે અને યક્ષ છે. તેમ ધર્મના નંદન વનમાં ધર્મને મહિમા વર્ણવતા પ્રવચન લબ્ધિવાળા મહાત્માઓ છે. જેમ નંદનવનમાં કીડા ગૃહે છે. ધર્મના બગીચામાં તીર્થો છે. જ્યાં ભક્તિનું રસસાધુર્ય લૂંટાય છે. આ નંદનવનના સ્વૈરવિહારીને વિષયના આકર્ષણ થતાં નથી. વિષયના આકર્ષણ જનક બધા સાથીઓ પસંદ આવતા નથી. બસ, આ આભમસ્તી એટલી સહજ થઈ ગઈ હોય છે કે તેને જ્ઞાનની ચર્ચામાં અને આત્માનંદમાં પરમ શાંતિના દર્શન થાય. એટલે જ કહ્યું છે. ધર્મના આરામમાં વિચરે તેને બ્રહ્મચર્ય સમાધિ મળે. પ્રભુ !
મને આપે અપ્રમત્તભાવના ધર્મ ઉદ્યાનમાં પ્રવેશ. જ્યાં હું પણ આત્મિક સૌંદર્યના અમપાન કરી બ્રહ્મચર્ય સમાધિ પ્રાપ્ત કર્યું. એજ અભ્યર્થના...