________________
સત્તા ચલાવવાને સુંવાળો માર્ગ છે નમ્રતા. [ ૧૯૯ હેય. ગંદુ પાણી તે આપે આપ પેદા થઈ જાય. સ્વચ્છ પાણી માટે મહેનત કરવી પડે. પ્રેરણા કરવી પડે. અનાદિ કાળથી આત્મા આતધ્યાન અને રૌદ્રધ્યાનમાં લીન બને છે અને તેના જ કારણે જન્મ મરણ રાગ દ્વેષનું ચક અવિરત ગતિએ ચાલ્યું છે.
મહાત્માની પ્રેરણા ફક્ત ધ્યાન માટે નથી. આત્મ ધ્યાન માટે છે કારણ જ્યાં સ્વાર્થ ભાવના છે ત્યાં પ્રત્યેક માણસ સાવધ અને ધ્યાનેગી છે જ !
વિશ્વ વિદ્યાલયમાં મહાત્ સંશોધન કરતાં મહાન વિદ્વાનોની તીક્ષણ બુદ્ધિ જે હોય છે તેના કરતાં કંઈ ગુણ તણ બુદ્ધિ, વાતને સમજવાની શક્તિ ચંબલના ડાકુઓની હોય છે. દાણચેની હોય છે.
કેટલાંય સાધકનું મોક્ષ પ્રતિ મહાત્માઓનું જેવું લક્ષ્ય હોય છે તેના કરતાં સમડીનું ભક્ષ્ય પદાર્થ તરફ અનેકગણું લક્ષ્ય હોય છે. કાઉસગ્ગ કરતાં આપણી જે મનની, વચનની, કાયાની સ્થિરતા હોય છે તેના કરતાં ખીસ્સા કાતરૂંને ઉપગ અધિક તીવ્ર હોય છે. કુલનારીના હૈયામાં લજજા હેય. તેની આંખ કયાંય ભૂખી ન હોય અતૃપ્ત નજરે તે વિશ્વ સામે ના જુએ..પણ લજાને મૂર્તિમંત બતાવવી હોય તે કુલનારી કરતાં વારાંગના જ તેને સફળ અભિનય કરી શકે !!
* ઉત્તરાધ્યયન સૂત્રકાર પરમાત્મા આપણી અવળી દેટે જાણે છે. અવળચંડી જાત જાણે છે. તેથી જ “ઝાઈ” ન