________________
૨૧૨ ]
સુખદુઃખ વૈરાગ્ય ઢંકાય તેવા બે વસ્ત્ર આપે, કેટલી આનંદની અનુભૂતિ થાય છે. મને તે અન્નદાન વસદાન વિગેરે ખૂબ પ્રિય લાગે છે. જ્યાં દાનને પ્રત્યક્ષ મહિમા દેખાય છે. - સાધક ! મને ખબર છે તું સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ્ય છે પણ હજી તું પુણ્યને ભિખારી છે, નામને લાલચું છે, કીતિને કામુક છે, તારી બુદ્ધિ પૂલ છે, સૂફમવાત સમજી શકતા નથી પણ રેજ શાસ્ત્રીય વાતનું મનન, ચિંતન કરીશ તે શાસ્ત્રના રહીયને મેળવીશ. તને એક ચેતવણી આપી દઉં, શાસ્ત્રની વાત સમજ્યા વગર, શાસ્ત્રના નામે સારી પ્રવૃત્તિ છોડીને નહિઅન્નદાન, વસ્ત્રદાન પણ જરૂરી છે. તેનું પણ ફળ છે. તેનું પણ તેને ક્ષેત્રમાં મહત્વ છે. હું તને સમજાવું છું સર્વશ્રેષ્ઠ દાન કર્યું ? મહાત્માએ કહ્યું દાન આપે ? તીર્થકર કયું દાન આપે? નમસ્થણે યાદ છે ને ? લોગપજજઅગરાણું પછી શું પાઠ આવે ? “અભયદયાણે બરાબરને ?' .
વિશ્વના બધાં દાનમાં સ્વના દાન નથી. અલગ ર્સીજના દાન છે. બધા દાન પાંચ, દશ મિનિટ, પાંચ દશ દિવસ અને છેવટે એક વર્ષે પણ તેની મર્યાદા પૂર્ણ થાય. બધા દાન બીજાને હાથે પણ કરાવી શકાય ત્યારે અભયદાન એટલું સહેલું નથી, સસ્તુ નથી.
અભયદાન ત્યારે થાય જ્યારે સ્વસમાન વિશ્વ મનાય. અભયના દાન કરવાની દષ્ટિ અને ભાવના એટલી વિશાળ