________________
સંઘર્ષમાં પરાભવ છે, સંયમમાં છત છે. [ ૨૧૧
અભયદાતા બને. ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનની ધ્રુવપંક્તિ છે. “અભાઓ પWિવા તુમ્ભ -અભયદાયા ભવાહિ ય.” એક મહાત્મા રાજા સંય તિને કહી રહ્યાં છે. રાજા તને અમારા તરફથી અભયના દાન છે અને શુભાશિષ છે કે તું પણ અભય દાતા બન.
આ વાત ભલે સાધુ અને સંયતિરાજાની હોય. પણ સનાતન સત્ય સહુના માટે સરખું જ હોય છે. સમસ્ત સાધુ મહાત્માનું વિશ્વને મોટામાં મોટું દાન અભયદાન છે. નિસ્પૃહ મહાત્મા વિશ્વ પાસે કઈ આશા અપેક્ષા રાખતાં નથી પણ સદા વિશ્વ પર શુભાશિષની વૃદ્ધિ કરે છે તેથી કહે છે તમે પણ અભયદાતા બને.
વિશ્વના દરેક દાન દેખાવમાં મધુરા છે પણ હકીકતમાં અધુરા છે, એક અભયદાન છેડીને
અભયદાન એ જ સાચું દાન અને શ્રેષ્ઠદાન છે. - જેણે માત્ર જીવનમાં અન્નદાન, વસ્ત્ર દાન અને કીતિદાન જ કર્યા છે તેને કયાંથી અભયદાનનું મહત્વ સમજાય ! ! - મહાત્મા ! અભયદાનના આટલાં કેમ સન્માન ! શું અન્નદાનથી દુનિયા ખુશ થતી નથી? ભૂખ્યાને અન્ન આપો
તેના હૈયામાં કેટલો આનંદ થઈ જાય છે. અને તેના - સુખમાંથી નીકળી જાય છે ભગવાન તમારું ભલું કરે.
ભિખારી. જેને લાજ ઢાંકવા બે કપડાં નથી તેનું શરીર