________________ 26. સમય ગોયમ મા પમાયએ gi સ્વછંદ મિજાજને માનવી મન ફાવે ત્યારે ઊઠે છે. મન થાય ત્યારે ખાય છે, ગમે તેવું બેલે છે. ગમે તે વિચારે છે. ચોગ્ય અગ્યના વિચાર વગર મનપસંદ વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. લાભ નુકશાનના વિચાર વિના મનમાં જે તકો આવે તે વેપાર શરુ કરી દે છે. જેને બલવાના, વિચારવાના બંધન નહિ તેને સુવાનાં બંધન શાના? રાતના બાર વાગે ઘરે આવે, બે વાગે સુવે ચાર વાગે સિંદ કરે. કેઈ કંઈ કહે તે કહે, હવે હું બાળક નથી. હું મૂર્ખ નથી ! મારી જીંદગીનું મૂલ્ય હું સમજુ છું, મને મારી રીતે જીવવા દે. હું મારી જીંદગી માટે સ્વતંત્ર નહિ? બધી બાબતમાં પરતંત્ર? બધી બાબતમાં કચકચ? તમારી વચ્ચે નહિ આવું તમે મારી વચ્ચે ના આવે. સ્વતંત્રતા એ મારો જન્મ સિદ્ધ હકક છે. માનવ ! સ્વતંત્રતા શબ્દ ખૂબ સહામણો, લેભા. મણે, આકર્ષક છે. કેઈની સ્વતંત્રતા વચ્ચે અવાય જ નહિ પણ એક જવાબ આપ. તું સ્વતંત્રતા ચાહે છે કે સ્વછંદતા? તું શબ્દકોશને વિદ્યાથી છે, શબ્દના રહસ્યને પારંગામી પંડિત નથી. - સ્વ એટલે આત્મા, તંત્ર એટલે રાજ્ય. આત્મ રાજ્ય. આત્માની ખુમારી આત્માની મસ્તી–આત્મશુદ્ધિને ઉપાય. બેલ તું સ્વતંત્ર છે કે સ્વછંદ? સ્વતંત્ર તે જ બની શકે 11