________________
૧૭૪ ] નિયમ સદા જાગતી સ્મૃતિ. ઊઠબેસ કે આથી અધિક? બે વાર વસ્ત્ર–પાત્ર–વસતિનું પ્રતિલેખન કરનાર તું, તારા આત્માનું બે વાર પ્રતિલેખન કરે છે? ઓછામાં ઓછા બે વાર તે તારા આત્માને રાગ-દ્વેષથી ખંખેરી નાંખતારા આત્મા ઉપર લાગેલ રાગ-દ્વેષની પડિલેહણ કર. તું ઘરે ઘરે જઈને ગોચરી લાવે છે. પ્રભુ આજ્ઞા મુજબની પ્રકિયા બદલ તને ધન્યવાદ.. પણ, તને તારે આત્મા સાક્ષી આપે છે. આ તારી ગોચરી મુખ સાહૂણ હેલ્સિ, સહુ દેવસ્ય ધારણા માટે છે. કયાંક અનુકૂળવૃત્તિ, કયાંક સ્વાદવૃત્તિ તે નથી પિછાતી ? ગોચરી જાય ત્યારે એટલે તે વિચાર કરજે. પરમાત્મા ત્રાષભદેવની જેમ એક વર્ષ ગોચરી નહિ મળે તે ઘરે ઘરે ધર્મલાભ આપવા ફરીશ. ઢંઢણ ઋષિની જેમ શુદ્ધ ગોચરી માટે, વલબ્ધિથી ગોચરી મેળવવા ઘરે ઘરે છે મહિના ફરીશ. અશુદ્ધ ગોચરીથી પેટ નહિ ભર્યું. આ વિચાર રહે તે તું પ્રભુના માર્ગે શુદ્ધિપૂર્વક ગમન કરે છે અન્યથા ભટકે છે.
વિહાર તે તું ખૂબ ઉગ્ર કરે છે. ના, ખૂબ દીર્ઘ અને દેડતે કરે છે. પણ, પ્રભુ ! આજ્ઞા મુજબ વિહાર કરે છે? ઈયસિમિતિ પૂર્વક વિહાર કરે છે? વિહાર કરતાં જિનાજ્ઞાની મેજમાં મહાલે છે કે વિહાર કરતાં પરિષહ અને ઉપસર્ગથી કંટાળી જાય છે?
વિહાર કરતાં તે સ્વભાવદશામાં વિચારે છે કે વિભાવદશામાં?