________________
સાધનથી સુખની પ્રાપ્તિ થાય તે દુનિયાની શેાધ છે. [ ૧૭૭ ન પ્રગટાવી શકે. જ્ઞાન પ્રાપ્તિ માટે ચાગ્યતા પ્રગટાવે સદ્ગુણ....ઉતરાધ્યયન સૂત્ર નમ્રતા, અચપલતા, સરળતા, અકુતૂહલતા, સૌજન્ય, સમતા, મિત્ર પ્રતિ કૃતજ્ઞતા, શ્રત મેળવ્યા બાદ પણ નિરભિમાનતાં, પાપી પ્રત્યે પણ કરુણા, મિત્ર પ્રત્યે પ્રેમ, અપ્રિય મિત્રની પણ એકાન્તમાં પ્રશ'સા, કલહુ–લડાઈ રહિત, કુલીનતા, લજ્જા, ઇ ંદ્રિયસ'ચમિતા વગેરે ગુણવાળા, સુવિનીત બને છે, તેમાં એકદમ ધ્યાન દોરે તેવુ પદ છે. “ અયિસાવિ મિત્તલ્સ રહે કલાજી
ભાસઇ, ',,
શું સાધુને મિત્ર હાય ! જેને કોઈ દુશ્મન હોય તેને કોઈ મિત્ર હૈાય. પણ જેને દુશ્મન જ નહિ તેને મિત્ર કઈ રીતે ? મિત્ર જ નથી ત્યાં પ્રિય મિત્ર અને અપ્રિય મિત્રના ભેદ કેવી રીતે ?
સમુદ્ર કિનારે ઊભા રહેલ વ્યકિત સમુદ્રની ગભીરતા ના સમજી શકે. મરજીવા ખની સમુદ્રમાં ડુબકી મારે તેને જ સમુદ્રની ગહનતાના ખ્યાલ આવે.......
નાનાથી વિદ્યાથી ને જ સમજાય તેવી આ વાત છે, નીતિનું એક વાકય છે. ધ્યાન માટે એક વ્યકિત, જ્ઞાન માટે બે વ્યક્તિ જોઈએ. વિવાદ માટે ત્રણ વ્યક્તિ, મુસાફરી માટે ચાર વ્યકિત, ન્યાય માટે પાંચ વ્યકિત જોઇએ. સાધના માર્ગ અને જ્ઞાન માર્ગ કંઈક ભિન્ન છે. પ્રાથમિક ભૂમિકા જ્ઞાન માની છે, દ્વિતીય ભૂમિકા સાધના માર્ગની છે.
૧૨