________________ 162 ] ત્યાગને પ્રથમ પ્રારંભ દાક્ષિણ્યતાથી જ થાય છે. છે કે જે સ્વછંદ ન હોય. સ્વ એટલે પિતાની, છંદ એટલે ઈચ્છા. ઈચ્છાને ગુલામ, ઈચ્છાને દાસ તે સ્વતંત્ર બની શકે? સ્વતંત્ર બનવા ઈચ્છાને હેમવી પડે. સ્વતંત્ર બનવા સર્વક્સની ઈચ્છાને જાણવી પડે. સ્વતંત્ર બનવા મહાત્માની ઈચ્છાને અનુસરવું પડે. તારું જીવન તું તારી રીતે જીવે તો તેને કોઈ રકીના શકે ! પણ સમજાવી તે શકે ને? ઘરમાં જે કરીયે તે શાળામાં ન કરાય. શાળામાં જે કરીએ તે સામાજિક સંરથામાં ન કરાય. સામાજિક સંસ્થામાં કરાય તે રેડ ઉપર ન કરાય સ્વતંત્ર વ્યક્તિને પણ વિશ્વના અનિવાર્ય નિયમ સ્વીકારવા જ પડે. ભલે તું તારી જીંદગી માટે સ્વતંત્ર છે પણ તું જગતમાં જીવે છે. જગતના ચોગાનમાં કંઈ પણ દુષ્ટ આચરણ કરાય નહિ. જાહેર મિલકતનો દુરુપયોગ ન કરાય. જીવન એ પણ જાહેર મિલકત છે. તેને આપણે એક દુરુપયોગ કરીયે તે બધા દુરુપયોગ કરે. એક વ્યક્તિની ભૂલ વર્ષો જતાં હજાર ભૂલ બને, હજાર ગુન્હગારને ઉત્પન્ન કરે ! મહાત્મા મને બતાવે. હું શું જીવનને દુરુપયોગ કરું છું? હું કપડાં વગરને ફરું છું? હું આત્મ હત્યા કરું છું? દુનિયાથી વિપરીત હું શું કરું છું ? બધા કરે તેમ કરું પછી જીવનને દુરુપયોગ નહીં ને!