________________ 160 ] કષાયે=આત્માની વિશુદ્ધિને રોકનાર બની શકે. બાકી દાન-પુણ્યના કાર્ય કરે તે વીતરાગના અને તેમના સાધુઓના સેવક જ બની શકે.. વીતરાગ પરમાત્માના ઉત્તરાધિકારી બનવા નિષ્પરિગ્રહ વૃત્તિ જ મંગલકારક છે. નિષ્પરિગ્રહવૃત્તિ વગર વીતરાગની આજ્ઞાની આરાધના અશકય, જ્યાં પરિગ્રહ આવે ત્યાં ધીમે ધીમે પાપસ્થાનકેની ફેજ ધૂસી જ જાય. જ્યાં પરિગ્રહ આવે ત્યાં આ ધ્યાન–રૌદ્રધ્યાનના અડ્ડા જામી જ જાય. લાખ કરોડે ગાયનું મહિને મહિને દાન કરે તેના કરતાં પણ “તસ્યાવિ સંજમે સેઓ અદિતસ વિ કિંચણ” આ જ મારે સિંહનાદ રહેશે. . નિષ્પરિગ્રહવ્રત એટલે સાધુતા. જયાં પદાર્થને સંગ્રહ તે છે જ નહિ પણ પદાર્થસંગ્રહની ભાવના–આસક્તિ-ઝંખના પણ નથી. એટલે જ કહું છું કશું જ નહિ આપવાનું છતાં સંયમ જ શ્રેયસ્કર છે, જયાં પ્રભુની આજ્ઞામયતા છે. પ્રભુ ! પ્રભુ ! * તમારી આજ્ઞા સમજીને તમારા સામ્રાજયમાં આવ્યું છું તેથી ક્યારેય દાનનાં બહાનાની એથે પણ પરિગ્રહદુશમનના ગીત ગાવાનું શરુ નહિ કરી દઉં. બસ હું તે નિઃસ્પૃહવૃત્તિ...નિષ્પરિગ્રહવૃત્તિથી જ મંગલ બિરદાવલી ગાનારે આપના સામ્રાજયને મંગલપાઠક બનું તેવા આશિષ આપે.......!