________________ 158 ] સુખ એ સાધન નથી પણ અનુભૂતિ પેદા થતી ચીજ છે. તે દાન–શીલ-તપ અને ભાવ આ ચાર ધર્મની કેમ વાત કરતા નથી? દાન એ સૌથી સહેલામાં સહેલે અને સામાન્યજન પણ આચરી શકે એ ધર્મ છે. તમે જેને દાન કહે છે તેની જ વાત કરું છું. અન્નદાન-ધનદાન વસ્ત્રદાન, પાત્રદાન કે વસતિદાનમાં તમને કશું કષ્ટ પડવાનું નથી પણ થોડું મમત્વ અવશ્ય છેડવું પડે. તમે જે વાત હેમચંદ્રાચાર્ય મહારાજ અને કુમારપાળ મહારાજાની કરી તે વાત સાચી ! તમે કહેલાં પાત્રો સાચા છે. પણ ફક્ત તમારી ભૂલ એટલી જ છે કે રામાની ટોપી પ્રેમાને પહેરાવી છે. કુમારપાળ મહારાજાના કારણે હેમચંદ્રાચાર્ય મહારાજનું નામ નહિ, પણ હેમચંદ્રાચાર્ય મહારાજના મહાપ્રભાવે કુમારપાળ મહારાજા ઇતિહાસમાં અમર બન્યા. ઈતિહાસ કહે છે–રાજવીએ અનેક થયાં અને થશે પણ જેને ગુરુ ન મળ્યા તે સત્તા અને સંપત્તિના મદમાં નામશેષ થઈ ગયા. ત્યાગી સામે સંસારીને મૂકવું જ પડે છે. તેઓના ઉપદેશે ધનની મમતા ઉતરે છે. કેણિક અને ધનનંદનું નામ કેમ ઈતિહાસના સુવર્ણ વૃષ્ટ ઉપર ન આવ્યું? કહેવું જ પડશે કાળમીંઢ પથ્થરને કલાકૃતિમય બનાવનાર કઈ શિલ્પી હેય તે જ મૂર્તિના સર્જન થાય. કેણિક અને ધનનંદને ગુરુ ના મળ્યા એટલે તેઓ મહાકાળના ખપ્પરમાં હેમાઈગયા.આર્ય સુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશની તાકાત હતી જે તાકાત અલ્પજીવી.