________________ સુખ એ સાધન નથી પણ સાધનથી મળતે અનુભવ છે. [ 157 વધુ પડતે નહિ, પણ દાન-પુણ્ય થાય તેવા ગૃહરથ જીવનના સુલભ માગે સંચર. તને હૈયાની હિત ભાવનાથી કહું છું તે મને શાંતિથી સાંભળે છે એટલે તું જરૂર મારી વાત ઉપર વિચાર કરીશ..બેલ બરાબર છે ને! વડીલ..! મારા હૈયામાં તે વીતરાગ પરમાત્માનું ટંકશાળી વચન અસર કરી ગયું છે. “તસા વિ સંમે સેએ અદિતસ વિ કિંચણ.” તમે જે વાત કહી તે સાંભળી છે પણ, ખરેખર આ બધી વાત સાંભળતાં મને પહેલાં. એટલું બધું હસવું આવતું હતું અને છેવટે તમારી વાત સાંભળતા થયું, તમે દાન-પુણ્ય અવશ્ય કરે છે, દેરાસરઉપાશ્રયે નિયમિત જાય છે. ગુરુજન હિતેપદેશ અવશ્ય સાંભળે છે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞા અને તમારે તે ઉત્તર-દક્ષિણનું અંતર છે. સાચું કહી દઉં, જેમ કેઈ અધ્યામાં નિવાસ કરે અને રામનું ખાય અને ગુણ. ગાય રાવણના” સજજન! તેવી તમારી પરિસ્થિતિ છે. - તમારી બહુ લાંબી વાત સામે મારે એક નાનકડો જ પ્રશ્ન છે. દાન મહાન કે પરમાત્માની આજ્ઞા મહાન? શું પરમાત્માએ એક દાનને જ ધર્મ કહ્યો છે? દાનમાં જ પરમાત્માની આજ્ઞા સમાઈ જાય છે? પરમાત્માએ બે પ્રકારના ધર્મ ફરમાવ્યા. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ પરમાત્માની સંપૂર્ણ આજ્ઞા પાળી શકાય તે સાધુ ધર્મ. પરમાત્માની સંપૂર્ણ આશા પાળવાને આદર્શ રહે તે ગૃહસ્થ ધર્મ. પરમાત્માના નામે જ વાત કરવી છે.