________________
૧૨૨ ]
જ્યાં લે ત્યાં સ્વાર્થ સામે પણ કેઈ ઈન્દ્ર ચમત્કાર ન દર્શાવ્યું. ભવ પરિસ્થિતિ પરિપકવ થશે એટલે આત્મા મેક્ષના સાધનને પામશે... દુર્ભને–અભવ્યને ઉપદેશ ના હોય આસન્ન ભવ્યને જ ઉપદેશ અપાય અને તેઓને જ ઉપદેશ અસર કરે !
ઈન્દ્રભૂતિ પરમાત્મા સામે વાત કરવા આવ્યા તે પરમાત્માએ કહ્યું, “તારા વેદશાસ્ત્રને પુનઃ વિચારકર. સમ્ય આલોચના કર, વેદ પદનો અર્થ તું તો કરે છે. વેદપદ એટલે જ્ઞાન. જ્ઞાન સત્ય છે. જ્ઞાનનો ધારક મિથ્યાત્વી હોય તે સમ્યગૂ જ્ઞાનને પણ મિથ્યા બનાવે. તેથી જ પરમાત્માની હિતશિક્ષા છે. “અમ્પણ સચ્ચમેસેજ જા” “સત્યનું સંશોધન કરી શકે તે પંડિત, પંડિત છે તે સમીક્ષા કરવાની તાકાત છે. છ કેમ જન્મમરણમાં ભટકે છે? જગત કેમ અજ્ઞાનમાં અટવાય છે? સાધક કેમ સાધનાથી ભ્રષ્ટ થાય છે? સાધક અવસ્થામાં સાધનાને શત્રુ-માન કેમ ફાવી જાય છે? સત્યનું સંશોધન કરવા નીકળે અને અસત્યના રવાડે ચઢી ગયે? આત્મા વડે સત્ય જ્ઞાન કરવાને બદલે દેહને ઉપાસક બની ગયે! ગુજ્ઞાની આરાધના કરવાને બદલે અહંની આભડછેટમાં અમડાઈ ગયા !
તેથી જ ફરી ફરી કહું છું, “અપણા સમેસેજના તું વિચાર સત્ય અપાતું નથી. સત્ય કઈ પદાથ નથી કે તેની લેવડ દેવડ થાય. આદાન-પ્રદાન તે પદાર્થના હોય ! સત્ય મેળવવાનું હેય...પ્રાપ્ત કરવાનું હોય....સત્યને