________________
સમભાવની ઉપાસના તેનું નામ મૌન. [ ૧૨૯ અન્ન પૂરું પાડયું. લેક કથા કહે છે – જગડુશાહના મૃત્યુ સમયે દિલ્હીના બાદશાહે માથા પરથી મુગટ ઉતાર્યો હતે. ગુજરાતના સુબાએ ત્રણ દિવસ શોક પાળ્યો હતો. સાધુની અંતર્વાણ પાછળ પરિગ્રહ સંજ્ઞાનું જોર હતું કે દાનભાવનાનું, પ્રેરક પીઠ બળ હતું? આજે પણ સૌ જગડુશાહના પરિગ્રહને અભિનંદન આપે છે કે જગડુશાહના દાનને !!!
સાધક! સાધુને દેહ એટલે પરમાત્માના શાસનની સંપત્તિ. દેવદ્રવ્યનું ભક્ષણ જેમ અનંત સંસાર પરિભ્રમણ કરાવે, તેમ જે સાધુ પણ દેહને દુરુપયોગ કરે છે?
જેમ જિનમંદિરની જગતિમાં આશાતનાને ત્યાગ કરે જોઈએ. તેમ સાધકે દેહે મંદિર વિરાધનાથી મલિન ન થાય, તેની તકેદારી રાખવી જોઈએ.” - જેમ જિનમંદિરમાં અધિષ્ઠાયક દેવ જાગૃત રહે તે માટે સુગંધી વાતાવરણ રાખવું જોઈએ તેમ દેહને અધિષ્ઠાતા આત્મા જાગૃત રહે તે માટે કપાકને વિચાર રાખવો જોઈએ. પેયાપેયને ઉપગ રાખ જોઈએ.
સાધક ! શરીર તારું પણ અધિકાર પરમાત્માનેગુરુને. તારી ઈચ્છા મુજબ–ભાવના મુજબ–મનોરથ મુજબ ઉપયોગ ન કરી શકાય. સાધકને શરીર ઉપગ માટે પરમાત્માની આજ્ઞા જોઈએ, ગુરુનું અનુશાસન જોઈએ. નદી–સમુદ્રમાં મળી ગયા પછી પોતાનું અસ્તિત્વ અલગ રાખી શકે નહિ અને જે પિતાનું અસ્તિત્વ અલગ રાખે