________________
જ્યાં ઈચ્છા વિશાળ ત્યાં લેભ વિશેષ [ ૧૨૩ અનુભવ કરવાને હેય. સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાવે, ચક્ષુ આપણે ખેલવાના અને જગતને નિહાળવાનું...દેવ, ગુરુ સૂર્ય જેવા છે. પ્રકાશ ફેલાવશે પણ જગતનું જ્ઞાન તે ત્યારે જ થાય કે જ્યારે આંખ ખોલીએ–તેથી જ પરમાત્માની, હિતશિક્ષા છે. “અપ્પણું સમેસેજા”. પ્રભુ!
આપની હિતશિક્ષા શિરસાવંઘ.
આપની હિતશિક્ષા તે સ્વસ્વભાવના પ્રગટીકરણની પરમ પ્રક્રિયા છે. પ્રભુ ! આપ તે સાચા દાનવીર છે.
“અપ્પણું સમેસેજ પદ વડે આપ મને આપ સમાન પદવીને પ્રદાન કરવા ચાહે છે! પણું...શું આપની પદવી સ્વીકારવાને લાયક બનીશ?
આપની કૃપા મારી પાત્રતા સિદ્ધ કરે એજ ન* વિનંતી.