________________
જેની જરૂર છે તે કાર્ય લાખ લોકે ન કરે [ ૧૧૩ શેક જેનાં હદયના દ્વારે દેખા ન દે તે મેધાવી–બુદ્ધિમાન. જેમ દહીં અને દુધ સાથે ના રહે. જેમ સમ્યકત્વ અને મિથ્યાત્વ સાથે ના રહે, જેમ આશ્રવભાવ અને સંવરભાવ સાથે ના રહે તેમ અપ્રસન્નતા અને બુદ્ધિમત્તા સાથે ના હે !
મહાત્મન !. આપની વાત સાચી હોઈ શકે પણ, દુનિયાનાં ગળે ઉતરે એવી નથી. બુદ્ધિમત્તા સાથે પ્રસન્નતાને શું સંબંધ ? બુદ્ધિનું કાર્ય કેઈની આંટીઘૂંટી જાણવી, કોઈના પેટમાં રહેલ પાપને જાણવું. આ સિવાય બુદ્ધિમત્તાની વળી કંઈ નવી પરિભાષા? મને તે આ સમજાતું જ નથી.
સાધક ! સત્યમ આકરું છે. સમજાશે એટલે તું સ્વીકારીશ–“પરમાત્માની શિક્ષા કેવી મજાની છે !” વિપસીએજ મહાવી.”–પરમાત્માની શિક્ષાને મણિ માથે ચઢાવીશ તે જ પરમાત્મા બની શકીશ. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસન્નતા સાથે પ્રજ્ઞાવાન, બુદ્ધિમાન, મંતિમાન, શબ્દ ના વાપરતાં મેધાવી શબ્દ વાપર્યો છે, બુદ્ધિ વર્તમાનને વિચાર કરાવે છે. મેધા ભવિષ્યને વિચાર કરાવે છે. ભવિષ્યનો વિચાર તે જ કરી શકે છે કે જેને ભૂતકાળ સમજાઈ ગયે હોય, વર્તમાનની ક્ષણ જીવિતા તથા ઉપગિતા ખ્યાલમાં આવી ગઈ હોય અને ભાવિમાં શું થશે ? શું પ્રાપ્ત કરવું જોઈએ ? આ વિચારે તે મેધાવી.