________________
૧૧૪ ] કરવા ગ્ય કાર્ય લાખ લેકે ન કરે.
મેધાવી હોવાથી પિતાના ભૂતકાળને પણ સમજે છે અને બીજાના ભૂતકાળને પણ સમજી શકે છે. મેધાવી હેવાથી પિતાના વર્તમાન જીવનને કેમ સફળ અનાવવું. તેને ખ્યાલ હોય છે અને બીજાના વર્તમાનને કેમ સફળ બનાવવું તેની જાગૃતતા રાખે છે. મેધાવી હોવાથી પોતાના ભાવિની સુંદર ભેજના તેની પાસે તૈયાર છે. બીજાના ભાવિ જીવન માટે સુંદર આયોજન છે તેથી જ મેધાવી પ્રસન્ન
રહે.
પરમાત્માને વિપરીએજ શબ્દ તારી શક્તિઓને પ્રગટ કરે છે. જરા વિચાર સ૬ (સી) સંસ્કૃતને ધાતુ, તેને અર્થ પીડાવું, દુઃખી થવું. પ્ર ઉપસર્ગ લાગતાં એ અર્થ દૂર થઈ જાય છે અને પીએનજને અર્થ થાય છે. પ્રસન્ન થા. જરા પણ ન પીડાય, લવ માત્ર પણ ન પીડાય છે. પ્રસન્ન થવું, આનંદમાં રહેવું, પ્રશાંત બનવું, વિમ્પસીએજ શબ્દનો અર્થ થાય છે –વિશેષ રીતે પ્રશાંત રહેવું, પ્રશાંત બનવું, સદા પ્રસન્ન રહેવું, સર્વત્ર પ્રસન્ન રહેવું, સર્વ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું. સર્વની સાથે પ્રસન્ન રહેવું.
તારી પ્રસન્નતાને કાળના બંધન નહિ, પદાર્થના બંધન નહિ, વિભાવદશાના બંધન નહિ, કારણ તું બુદ્ધિસાન મેધાવી...
મેધાવી બુદ્ધિના ત્રાજવેથી જગતને તેલે નહિ પણ,