________________
૧૫. ધમ્મ સુદ્ધસ્ય ચિઠઈ
પવનની લહેરી તે ઘરમાં પણ આવે અને કદાચ ભેંયરામાં પણ આવે. પણ, પવન સદૈવ મંદ મંદ વહે નદી કિનારે.સમુદ્ર તટે...
હેવું” અને “રહેવું” માં ખૂબ ફરક છે. હોવું' શબ્દ કયારેકને દ્યોતક છે. “રહેવું” શબ્દ એ નિત્યને સાથી છે. નિત્ય સાથી હોય તે નિવાસી બને, આત્મીય બને. અન્યથા આવ જા કરનાર પ્રવાસી બને, પરાયે બને. મહાનુભાવ !
ધર્મ તારા હૃદય મંદિરને નિવાસી કે પ્રવાસી? ધર્મ તારા મનમંદિરમાં આવ-જા કરે છે કે તેના રોજના ડેરા છે? હું એ બધું ના સમજું–નિવાસી કે પ્રવાસી? હું તે મારા હૃદયના ભાવે વ્યક્ત કરું. મારી અંતરંગ ભાવના છે, ધર્મ સદૈવ મારી અંદર રહે. ધર્મ વગર મેક્ષ નહિ તેથી જ મારે ધર્મની જરૂરત છે–આવશ્યક્તા છે.
ધર્મ જોઈએ ધર્મ જોઈએ.” એમ બોલીશ એટલે ધર્મ શું તારામાં આવી જશે? જગતને એક વિચિત્ર રંગ છે–પ્રત્યેક પરિસ્થિતિમાં, પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિ પાસે નાની મોટી દરેક વાતમાં, ખુદની બડાઈ કરવી. નાના માટે માટી વાત કરવી. તારા જેવા ધર્મ ચાહક વ્યક્તિની આ વાત નથી. દુનિયાની પાપીમાં પાપી વ્યક્તિ પણ એવી