________________
૮૮ ] ચહેરે એટલે મગજમાં રહેલાં વિચારોની અનુક્રમણિકા..
તું કહીશ, સરળતાથી શું લાભ ! હું પૂછું છું, કઢના ડાઘને દવાના લેપવડે ઢાંકવાથી, સંતાડવાથી, છુપાવવાથી કેઢ ફેલાશે નહિ ? કેઢ છે તે રગ છે. રેગ ગુપ્ત ન રખાય રોગની દવા કરવાની, આકરું પથ્ય પાલન કરવાનું, વૈદ્ય પાસે સત્ય હકીક્ત રજૂ કરવાની. ભલા ! સમજ દુર્ગુણ છે તે કઈ જાણી જશે? કઈ અધમ કહેશે ? પાપી. કહીને ધૂત્કારશે ? આવી.... આશંકા નહિ કરવાની..સદ્દગુરુ સમક્ષ આપણું આત્મનિવેદન કરવાનું, ગુરુ ભગવંત દુર્ગુણ હટાવવાં અને સદ્ગુણ મેળવવાં જે ઉપાય બતાવે માર્ગ બતાવે તે આચરવાને
માયા–વતા-કપટ એ તે સાપના ઇંડાં છે. એક રાતમાં લાખો-કરેડે પાપને પેદા કરે. પછી તે પાપની સંતતિ, અશુભ વિચારની પરંપરાની વૃદ્ધિ થવાની-સાપ ને પોષાય, સાપ હોય ત્યાં સાવધ થઈ જવાનું. પાપ હેય-દંભ હોય ત્યાં જાગૃત બની જવાનું, દંભ-કપટદેખાવ-છુપાવવું–સંતાડવું–છાનું રાખવું ગુપ્ત રાખવું આ બધાં ચોરીના ભાવો છે. તું ધર્માત્મા ! ચોરના કુંટુંબી સાથે બેસે ઊઠે ? ચોરીની ભાવના ત્યાં ધર્મ નહિ, તે કપટ ત્યાં ઘર્મ કેવી રીતે ?
ઉત્તરાધ્યયન જેવા મહાસૂત્રનાં રહસ્ય મને સમજાતાં નથી તેમ કહીશ તે નહિ ચાલે. ઝવેરાત ખરીદવું હશે તે ઝવેરીની વાત સમજવી પડશે. તારે પરમાત્મા બનવું હશે તે પરમાત્માની વાત–પરમાત્માને ઉપદેશ સમજે