________________
૧૬. “અસંખયં જીવિય મા પમાયએ”
વિશ્વને એક વિચિત્ર ક્રમ છે. તારું છે, તે તારી પાસે રહેવાનું છે. તારાથી કઈ દૂર કરાવી શકે એમ નથી. એમ છતાં તે વસ્તુનો માનવ સદુપયોગ પણ કરે અને દુરુપયોગ પણ કરે....
માનવ મેઘના મૂલ્યાંકન કરે છે? ચાતક મેઘના કેટલાં મૂલ્યાંકન કરે છે ? મેઘ માટે કેટલી તપશ્ચર્યા કરે છે? કારણ, ચાતક સમજે છે. પોતાના જીવન માટે જળ જરૂરી છે. દુનિયામાં જળ તે ઘણું પણ, તેને ઉપયોગી મેઘનું જ જળ, કારણ, ચાતકના ગળા ઉપર કાણું હેય. નદી–સરોવરના પાણી તેના માટે નિરુપયેગી ફક્ત વર્ષનું જ જળ. ઉપયોગી ચાતક અવિરત દષ્ટિએ મેઘને નિહાળે-વર્ષા વરસે તે પહેલાં મુખ પહોળું કરીને બેસી જાય.
સાધક ! ! તારી અને ચાતકની પરિસ્થિતિ કંઈક અશે સમાન છે. ગતિ ચાર....શરીર પાંચદેશ અનેક પણ, મેક્ષમાં સહાયક ગતિ મનુષ્ય ગતિ. શરીર પાંચ પણ સાધનામાં સહાયક શરીર ઔદારિક શરીર ! દેશ અનેક પણ, આર્ય દેશ જ આરાધનાને અનુકૂળ....
માનવ જન્મ, ઔદારિક શરીર, આર્યદેશ, આર્યકુળ, પંચેન્દ્રિય પૂર્ણ મળી એટલે તું હર્ષઘેલ ના બની જતે કે મારી મેક્ષ સાધના સુલભ થઈ ગઈ.