________________
જીદગીભર ક્ષમા કરનાર સ્વસ્થ રહી શકે છે, [ ૫
ભૌતિક ભાવનાવાળાને જ્ઞાન થાય કે દેહ નષ્ટ થવાને છે તે ગભરાઈ જાય.અકળાઈ જાય. અને છેવટે હાયહાય કરી અકર્તવ્યપંથે આંધળી દોટ મૂકી દે છે.
એક નૃત્યાંગનાને પોતાના દેહનું-રૂપનું અને યૌવનનું અત્યંત અભિમાન.તે સમજે મારે દેહ નષ્ટ થશે નહિ, મારું રૂપ, કુરૂપ થશે નહિ, મારું યૌવન પુષ્પ ક્યારેય ચીમળાશે નહિ. એક દિવસ દર્પણમાં નિરખી રહી છે, ત્યાં મુખ ઉપર વૃદ્ધત્વની એક કરચલી જેઈ, હવે મારા જીવનની કિંમત શું? મને કેણ બેલાવશે? મારી પાસે કોણ આવશે?