________________
૧૦૬] અભિમાન એ[અક્કલને કેહવાટ છે બુદ્ધિને બગાડ છે. અને પરિષહોને ઉપસર્ગોને દુઃખ દર્દ વ્યાધિ, અને પ્રતિ કુલતાને વાવંટોળ ફૂંકાય. વર્ષોથી નેહીજનેની વચ્ચે રહેવાને ટેવાયેલા મનને સંયમ લીધા બાદ પ્રશ્ન થાય. અહીં મારું કેણુ? ગુરુ પરાયા, ગુરુબંધુ પરાયા-સંઘ પરાયે, તે મારું કોણ?
મન મમત્વના બંધન છોડીને પણ મારાની શોધમાં અટવાતું હોય, આ છે મનની વિચિત્રતા. સાધુ જીવનની કઠેર જીવનચર્યા, નિવાસ, આવાસને બહુ મેટો પ્રશ્ન! એક દિવસ રાજમહેલ જે ભવ્ય ઉપાશ્રય તે, એક દિવસ ગંદીગલીના નાકે જેલ જે ઉપાય ! એક દિવસ ઉદ્યાનમાં વસતિ, તો એક દિવસ મશાન, ઘાટ, કબ્રસ્તાનમાં વસતિ ! હરહંમેશાં બદલાતાં ચિત્ર વિચિત્ર આવાસમાં નિદ્રાદેવી રૂસણ લે ! સાધુ જીવનને શૈશવકાલ, જ્ઞાન અધ્યયનની અપરિપક્વ દશા, મન અતીતના સંરમાણે ચડે, અતીત અને વર્તમાનની સરખામણી કરવા લાગે....અનુકુળ વાતાવરણથી ટેવાયેલ પ્રતિકૂળ વાતાવરણમાં આવી ગયે. ભેજનથી માંડી શયન સુધીની દરેક જીવન ચર્યામાં કયાંય અનુકૂળતાના દર્શન જ નહિ. અનાદિના સંસ્કારે જોર જમાવી જશે તેમ લાગે ત્યાં પ્રતિજ્ઞાબદ્ધ આત્મા વિચારે, મહાવ્રત ન ભંગાય, મહાવત ના ચૂકાય. રાગ અને ત્યાગ વચ્ચે ભયંકર માનસિક સંઘર્ષ જાગે અને દશે દિશામાં અંધકાર દેખાય ત્યારે માનવ મન વામન બની જાય !