________________
નીચે પાટલા પર કે ચટાઈ પર બેસીને નિરાંતે જમી જમાવી લેતા. તેના બદલે આજે રોકેટ યુગમાં ભલે ભીડવાળી જગ્યા હોય પણ માત્ર દેખાદેખીના કારણે પશ્ચિમાત્ય પદ્ધતિ અનુસાર ટેબલ અને ખુરશીઓ ખડકાવવામાં આવી તેની પાછળ પ્લેટોની વણઝાર આવીને ઉભી રહે છે. પીત્તલ જર્મન કે કાંસાના વાસણમાં જમનાર આજે લાજી મરે છે. સ્ટેઈનલેસ સ્ટીલ જ જોઈએ. પછી ભલે તેમાં રાઈ દાઝી જાય દુધ દૂણાઈ જાય, પરંતુ આ બધું જોઈએ. જીવડોભલે જાય પણ રંગડો રહેવું જોઈએ. કેમ આજે તમારી રમત આવી જ છે ને? થડા સમય પહેલાં લોકો સાદાઈથી જમી લેતા. ચા જેવી ચીજ બહુજ સાદાઈથી પી લેતા, કપમાંહેને ચા ધીમે ધીમે રકાબીમાં નાખીને પી જતા. આ હતી તમારા વડીલેની નીતિ રીતિ. પરંતુ આજે તે જાપાનીની જેમ મેટો કાર્યક્રમ થઈ પડે છે. અંદરથી ચા તૈયાર કરીને લાવવામાં આવે તે ફેશન ન ગણાય માટે ટીપેટ સ્યુગરપિટ. મીલ્કપટ કપ રકાબીઓ ચમચીઓની વણઝાર આવે. ભલે પીનાર એક હોય છતાં વાસ
ને ઢગલો થઈ જાય. આજે લોકો પેટ ચોળી ચલાવીને પીડા ઉભી કરી રહ્યા હોય છે. આવા આવા બીલકુલ બીન જરૂરી કામ વધારીને હાય ય વધારી રહ્યા છે. આવી ઉપાધિઓના ઓળા ખડકાઈ રહેલા હોય ત્યાં આત્માના કલ્યાણની કામના જાગે કયાંથી? આત્માનું શ્રેય કરવાના સુંદર વિચારે સૂઝે કયાંથી ! પરિણામે જીવનની