________________
A wwwwww
ન
દિલ્હીની કથા મારા દુર્ભાગ્યના હદય પર સાપ આળોટતો ! અપમાન અને પ્રતારણુઓથી ત્રાહિત થઈ ઉઠતી? વસંતને મંદ મલયાનીલ મારી સંગાથી દેરાણુઓને પ્રેમને ઉપહાર દેતે હતું અને મને આગના ભડકા ! ચિત્રમાસની ઉજજવલ ચંદ્રકિરણની પ્રભાયુક્ત નિશા-રાત્રિ જેની પ્રત્યેક ક્ષણમાં વાસનાભરી માદકતા મળેલી હોય છે, તે મારી દેરાણીઓની છત ઉપર અમૃત વર્ષાવતી હતી અને મારી એકાંત અંધારી કોટડીમાં શોકનો સાગર ઉછાળતી હતી! શ્રાવણ-પાપી શ્રાવણ–આવતા હતા અને સંયોગિનીઓના હૃદયમાં બળ ભરતે; પણ હું? વાદળાને લટકતાં જોઈ રડી ઉઠતી હતી-મારી તૂટેલી ચટાઈના ખોળામાંથી ઉડીને માતા વસુન્ધરાને પ્રાર્થના કરતી કે “મા ! એક ક્ષણમાત્રને માટે તારું હિંદય ઉઘાડીને મને છુપાવી દે. હવે નથી રહ્યું જાતું!” ”
અભાગિણી સ્ત્રીને કંઠ રૂંધાઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયાં. આ બાજુ મહાભાજીની આંખે પણ તર હતી અને મૌલાના મહમદઅલી તે પ્રાયઃ રડી રહ્યા હતા!
ગળું સાફ કર્યા પછી મૌલાની માએ પોતાની કથાનો પુનરારંભ કર્યો–
“મારા ત્રણ દિયર હતા. તેમાંના બે તો હજીપણ છે. જે સમાજ વિધવાઓ માટે એ ભયંકર રાક્ષસ છે, તેજ સમાજ વિધવાઓના દિયરો માટે કામદેવની પેઠે ઉદાર છે. દિયર નાના ભાઈ અગર મોટા ભાઈની વિધવાને, ગુણરીતે પોતાની અંક-શાયિની બનાવી લે, તો સમાજ તેને સહન કરી લે છે ! મારા મોટા દિયરની મારાપર સારી નજર જણાતી હતી. એજ માત્ર એક વ્યક્તિ હતી જે કયારેક મારી સાથે બે ચાર મીઠી વાતો કરતા. પ્રથમ તો હું તેના એ વ્યવહારને તેની ભલાઈ સમજીને તેને શ્રદ્ધાની નજરથી જેવા લાગી, પણ ધીરે ધીરે પડદો ઉપડવ્યો અને તેનું સ્પષ્ટ ચિત્ર મારી સન્મુખ આવ્યું. તે તે મારા રૂપલાવણ્યને દાસ અને મારી યુવાનીને ગુલામ હતો. લાગ મળતાંજ તે મને ફોસલાવતા, જાત જાતની લાલચ દે-દિવસે આકાશના તારા દેખાડતો. હું-પ્રેમની, પ્રતિષ્ઠાની સુખની અને વાસનાઓની ભૂખી હું–તેના હાથમાં સપડાઇ ગઈ ! મેં વિચાર્યું કે આજ સ્વર્ગ છે, મારે સારો પતિ એજ છે, જે મરી ગયો છે તો સામાજિક પતિ હતો. પછી શું? હું આંખો મીંચીને વાસનાની નદીમાં-તે રાક્ષસની સાથે ડૂબકીઓ ખાવા લાગી. મારા હૃદયનો અનેક વર્ષોનાં છુપાયેલો ઉન્માદ ફુટી નીકળ્યો !
આહ! પણ એ શું? જ્યારે મેં તેને એકાંતમાં ધીરેથી કહ્યું કે “પ્રિય! હું ગર્ભવતી થઈ છું” ત્યારે મારી આંખ ખુલી ગઈ ! મારી વાત સાંભળી, જાણે તેના પગની નીચે સાપ ચગદાય હાય તેમ એકદમ ચમકો, અને કહ્યું
એ બહુ ખરાબ થયું, તું ગર્ભવતી કેવી રીતે થઈ ગઈ?” * મારું મસ્તક લાજને લીધે નીચે નમી પડયું. ભલા! ઉપલા પ્રશ્નનો મારી પાસે શું ઉત્તર હેય? તેણે વળી આગળ કહ્યું
તારે કાશી જવું પડશે.”
ગર્ભપાત કરાવવા માટે અહીંથી થોડા દિવસ કાશીવાસ કરવાના બહાને જવું અને કામ સમાપ્ત થઈ ગયા પછી ચાલી આવજે.”
મેં આંખમાં આંસુઓ લાવી પૂછયું–
તો શું તમે પોતાના બાળકની હત્યા કરાવવા ઇચ્છો છો ?”
તેણે જવાબ આપ્યો-“અહીં તો આબરૂની ખેવના ૫ડી છે અને તે બાળકની વાત કરે છે! લોકો સાંભળશે તો શું કહેશે? તારે કાલેજ કાશી જવું પડશે. લોકોને એ વાતની જાણ થશે તે ઠીક નહિ થાય. આપણને ન્યાત બહાર કરવામાં આવશે!”
મેં મારાં આંસુઓથી એ નરપશના ચરણે ધોતાં કહ્યું-“પ્રિય! તમે તો મને જાહેરમાં તમારી પત્ની બનાવવાનું વચન આપ્યું હતું. હવે એ વચનને પૂર્ણ ક્યારે કરશો? આના કરતાં વધુ સારે અવસર ક્યારે મળશે?”હાથ જોડું છું. મારા આ બાળકને બચાવો. હું બ્રણ-હત્યા નહિ થવા દઉં.”
* આવા નફટાઇના સવાલો પૂછનાર નરપશુઓ હિંદુસમાજમાં નથી એમ નહિ ! કેવી પ્રતરાણા! કેવી વિડંબના!! આહ પાપ!! સત્યવ્રત;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com