________________
૧૪૬
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
५४ - गीताजीनो एक महत्त्वनो संदेश
એ એક ગંભીર ક્ષણ હતી! અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું:-“ભાઇ! હું આ યુદ્ધમાં લડી શકીશ નહિ, અરે, જે ગુરુજતાએ મને પેાતાના ખેાળામાં રમાડવો છે, મને પાળ્યા-પેપ્યા છે; યુદ્ધવિદ્યાની દીક્ષા આપી છે અને જેએ મારા પૂજ્ય સ્વજને છે; તેમનાજ ઉપર હું શી રીતે કૃતઘ તે શસ્ત્ર ચલાવું ? ધિક્કાર છે એ રાજ્યને, એ વૈભવને કે જેને પ્રાપ્ત કરવાને માટે આ સ્વજતાના રક્તની નદીમાં થઇને જવુ પડે. એવું રાજ્ય મેળવવા કરતાં તેા માગી ભીખીને પેટ ભરવું સારૂં' છે. ભીષણ નર-હત્યાથી થનારાં પરિણામેાને ખ્યાલ આવતાંજ મારી આંખે! સમક્ષ અંધકાર છવાઇ જાય છે. ના, આવું નૃશંસ (ક્રૂર-ધાતકી) કાય મારાથી થઇ શકશે . ભાઇ! લે, આ તારૂં ધનુષ્ય અને બાણુ !''
બન્ને સેનાઓની દૃષ્ટિ કૃષ્ણાર્જુન તરફ ચોંટેલી હતી. પ્રત્યેક સૈનિક યુદ્ધ શરૂ કરવાની આજ્ઞાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને યુદ્ધ-નાટકના આ મુખ્ય પાત્રની આ દશા ! શ્રીકૃષ્ણે પણ આશ્ચર્યચકિત થઇ ગયા.
પ્રશ્ન એ નહાતા કે, ફલાણા ફલાણા ગુરુજનેાની વિરુદ્ધ શસ્ત્રો ચલવાય કે નહિ, પણ એ યુદ્ધ તે। અન્યાયના સામને કરવાને માટે હતું. સૌને પેતપેાતાની તરફથી વિચાર કરવાને પૂરતે સમય મળી ચૂક્યા હતા. સ્વય' શ્રીકૃષ્ણ શાંતિના સંદેશા લતે કૌરવેશ્વરના દરબારમાં ગયા હતા; પરંતુ ત્યાં તે રાજસત્તા રાજમદમાં મસ્ત હતી. શાંતિની વિષ્ટિ સાંભળવાને ત્યાં કેઇ પણ તૈયાર નહતું. કૌરવપક્ષના વૃદ્ધ મહાપુરુષો પણ એવા થઇ ગયા હતા કે તેઓ પણ પેાતાના અંતર્યામીના અવાજ તરફ ધ્યાન આપી શકતા નહિ. રૂઢિ રાક્ષસીએ એ મહાપુષાના વિવેક, સ્વાભિમાન અને ન્યાયભાવનાને પણ મૂર્ચ્છત કરી દીધી હતી. રાજાની વિરુદ્ધ થવાયજ કેમ? જન્મભર જેનું લૂણ ખાધું, તેને યુદ્ધુસમયે શી રીતે છેાડી દેવાય? એ તેા વિશ્વાસધાતજ કહેવાય !
મૂગેમેાઢે અન્યાય સહન કરવાની વૃત્તિએ એ સમ અને જ્ઞાનવાન વૃદ્ધોને પણ પ્રત્યક્ષ અન્યાયના પક્ષમાં લડવાને ઉભા કર્યાં હતા.
પણ કવ્યૂ કઠાર હાય છે; સ્વજન કે પરજનના ત્યાં ભેદ નથી રહી શકતા, ત્યાં તે સત્ય અને અસત્ય, ન્યાય અને અન્યાયજ જોવાય છે. કર્તવ્યના ધર્મક્ષેત્રમાં ઉભા રહેલા અનનું ચિત્ત ભ્રમિત થઈ ગયુ, એ તે! કાયરતા નહિ પણ મેાહ હતા. જો નરી કાયરતાજ હેાત તેા તા એ-ચાર પ્રાત્સાહક વાતાથી પણ શ્રીકૃષ્ણ અર્જુનના શૌને જાગૃત કરત; પણ એ તે સ્નેહજન્ય મેાહુ હતા. શત્રુ સાથે નહિ, પરંતુ પેાતાના સ્વજનેા સાથે લડવા માટે તેને તૈયાર કરવાના હતા. શ્રીકૃષ્ણ હસ્યા અને અર્જુનને વિવિધ પ્રકારે સમજાવવા લાગ્યા. અર્જુનના મેહ પાંડિત્યપૂર્ણ હતા. જેમ જેમ શ્રીકૃષ્ણ તેને સમજાવતા હતા, તેમ તેમ અર્જુન પેાતાની શાંકાએ તેમની સમક્ષ રજુ કરતા હતા અને એ વાતચીતને બહાને દુનિયાભરનું જ્ઞાન, વિજ્ઞાન, રાજયાગ, ભક્તિયેાગ અને જ્ઞાનયેાગની બાબતે ચર્ચાઈ હતી.
આ વખતે અર્જુનની આગળ ન્યાય-અન્યાયના પ્રશ્ન ગૌણુ થઇ ગયા હતા. યુદ્ધક્ષેત્રમાં તેના ઉપર જે કૌટુંબિક માહ સવાર થયા હતા; તે ન્યાયને રાજ્યલેાભના રૂપમાં જોવા લાગ્યા. અને અન્યાયના પ્રતીકાર કરવાની વાતને, આતતાયીને દંડ દેવાની વાતને તેણે ભૂલાવીજ દીધી ! તે પેાતાના કુળનાશમાં યા તે કેટલાંક કુળાના નાશમાં આખા સમાજને નાશ જોવા લાગ્યા.
શ્રીકૃષ્ણની સામે માત્ર કુરુકુળના અથવા તે! આ મહાયુદ્ધમાં સામેલ થનારાં કુટુબાનાજ ભલા-રાને સવાલ નહેાતેા. તેમની સમક્ષ તેા વિશ્વના કલ્યાણની વાત હતી. અન્યાયની આગળ મસ્તક નમાવીને તેને સહી લેવાની ચાલી પડેલી ફિઢને રોકયા-ટાક્યા સિવાય ચાલુ રહેવા દતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com