________________
mononum
૨૩૮
- શુભસંગ્રહ-ભાગ પાંચ સર્વત્ર કાન્તિની આગ ભભૂકી ઉઠી. પ્રજાજનોમાં નવચેતના વ્યાપી ગઈ; સઘળામાં ઉત્સાહ અને સાહસ જણાતાં હતાં અને ઘણાક જણ તે નિર્ભયતાની મૂર્તિ જ હતા. ભય રહ્યું છે, તે તેઓ જાણતા ન હતા. સ્વતંત્રતાની વેદી પર આત્મબલિદાન આપવાને તેઓ વ્યાકુળ થઈ ઉઠયો. સર્વે સામગ્રી તૈયાર હતી, પણ યોગ્ય નેતાને અભાવ હતો. આથી એમ જણાતું હતું કે, પ્રજાજનનું સાહસ, તેમની નિડરતા, આત્મત્યાગની ઉત્કૃષ્ટ અભિલાષા, એ સર્વ વ્યર્થ જશે; પરંતુ રૂશિયાના સૌભાગ્ય સમય અને પરિસ્થિતિએ જનતાને સહાય આપી. સમુદ્રમંથન શરૂ થયું, પ્રચંડ મોજા ઉછળવા લાગ્યાં અને એમાંથી એક વ્યક્તિ બહાર આવતી દૃષ્ટિએ પડી. પૂર્વે એ ઘડાક જણ ઓળખતા હતા. આ વ્યક્તિ એક કઝાક વીર હતો. એની વિશાળ ભુજા, પ્રશસ્ત છાતી, ઉનત અને તેજસ્વી લલાટ તથા ગરુડ જેવી આંખે જોઈ સર્વ જણ એને શિર નમાવવા દાગ્યા. લેકોનાં ટોળેટોળાં એના વાવટાની સુખકર છાયામાં એકઠાં થવા લાગ્યાં. ક્રાન્તિકારી પક્ષેનું વિશાળ સામુહિક સંગઠન રૂશિયાના ઇતિહાસમાં આ પ્રથમ જ હતું.
ન્યાની વાણીને પ્રભાવ એવો હતો કે, લોકે એના સંકેતપર મરવાને માટે તૈયાર થઈ જતા. એના ચહેરાને પ્રભાવ એવો વિલક્ષણ હતું કે, લોકે મુગ્ધ બની તેના પ્રત્યે આકર્ષાઈ તેની આ પાળતા. સ્ટેન્કાએ એક ભાષણ કર્યું. તે ભાષણમાં તેણે સ્પષ્ટ રીતે કહ્યું કે
પ્રજાજનેમાં ઉચ્ચ-નીચના ભેદને હું માનતો નથી. ઝારશાહી અને કુલીપ્રથા તોડવાને તથા જે પ્રજાતંત્રમાં સર્વને સમાન હક છે, તેવું પ્રજાતંત્ર સ્થાપવા માટે ઘોર સંગ્રામ કરવું પડશે. મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારી આ પ્રતિજ્ઞાનું હું યથાર્થ પાલન કરીશ.”
સ્ટેન્ડાના આ હેરાથી લોકો તેને પ્રતિ ચાહ વધ્યો. એના આચારવિચાર અને વ્યવહારથી લોકે એટલા બધા મુગ્ધ થઈ ગયા કે, લોકો તેને “પિતા” તરીકે સંબોધવા લાગ્યા. પિતાનું પદ આપીને પણ લેકેને સંતોષ ન થયો. જાણે લૌકિક પિતાનું પદ તેને માટે પર્યાપ્ત ન હોય તેમ તેને માટે બીજી મોટી ઉપાધિ શોધવા લાગ્યા. આખરે લોકોએ તેને પરમ કૃપાળુ મહાન પિતાનું-ઈશ્વરથી ઉતરતું પદ આપ્યું. લોકોએ હવે તેને લધુ પિતા' કહી પિતાના હૃદયને ભાવ પૂરો કર્યો.
સ્ટેન્કાએ એક પાયદળ સૈન્ય ઉભું કર્યું. આટલું કરીને તે બેસી રહ્યો નહિ. મુલ્કી સૈન્ય ઉપરાંત, જળમાર્ગે જઈ બીજા સ્થાનો પર વિજય પ્રાપ્ત કરવા માટે તેણે નાનાંમોટાં વહાણ એકઠાં કરી એક નૌકા-સન્ય પણ તૈયાર કરી દીધું. જે સ્થાન પર જઇ તે વિજય મેળવને ત્યાંના લોકો પાસેથી તે રાજકીય કર ઉઘરાવતો હતો. ઇ. સ. ૧૬૬૮ માં સૈન્કાએ પિતાનાં સર્વે વહાણ
ગા નદીના વક્ષસ્થળપર છોડી મૂકયાં. તેની વજાએ પવનમાં ફરફરવા લાગી. છરીસી અને યેટર્સના પ્રસિદ્ધ કિલ્લા તેણે હસ્તગત કર્યા.
સ્ટેન્કાનો આ પ્રમાણે વિજય થતો જેમાં લોકોની શ્રદ્ધા તેના પ્રતિ દઢ થવા લાગી, લેકે તેને અજેય સમજવા લાગ્યા અને તેની સેનામાં પણ દિવસે દિવસે વધારો થવા લાગે. સૌન્કાની કળા દિવસે દિવસે ચઢતી જતી જોઈ ઝારનું સિંહાસન ડગમગવા લાગ્યું. તેની શક્તિથી ઝાર પણ ભયભીત બને. આણી તરફ સ્ટેન્કા વિજય પર વિજય મેળવાવા લાગ્યો. ઝારશાહી ગભરાવા માંડી. તેણે પ્રથમ એક યુક્તિ વાપરી સ્ટેન્કાને એક કહેણ મોકલ્યું. એને આશય એવો હતો કે, જે સ્ટેન્કા પિતાની રાજીખુશીથી ઝારની સત્તાનો સ્વીકાર કરે અને આક્રમણ કરવાં છેડી દે તે તેને ક્ષમા આપવામાં આવશે. ઝારની આ માગણું સ્ટેન્કાએ સ્વીકારી નહિ. પિતાની માગણને આ પ્રમાણે અનાદર થતો જોઈ ઝારને ક્રોધ ચઢયે. રશિયાના સમ્રાટે તેને કહેણ મોકલવું–રાજસત્તાએ કહેણ મોકલવું એ અનુચિત હતું; છતાં જ્યારે ઝારના કહેણને એણે ઠેકરે માર્યું, ત્યારે તેનું એ કાર્ય રાજ્યસત્તાનું અને ઝારનું ઘોર અપમાન કરવા સમાન હતું. ઝારે હવે સ્ટેન્કાના સૈન્યની સામે રાજન્ય મોકલવાનું નકકી કર્યું અને સ્ટેન્કાની સામે લડવા અસ્ત્રાપાનથી સૈન્ય રવાના કર્યું.
બંને સેનાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. વિજયકીર્તિ સ્ટેન્કાની અંકશાયિની થઈ. ઝારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com