________________
૩૪૪
શુભસંગ્રહ-ભાગ પાંચમા
१४५ - श्रीकृष्णार्जुन - युद्ध
“દુષ્ટ, પાપી, ચ’ડાળ ! આટલી હદ સુધીનું તારૂં સાહસ ! ”
પ્રભા ! શાંત થાએ. ગંધર્વરાજ ચિત્રસેન ઇરાદાપૂર્વક નથી થુક્યા. તેએશ્રી તેા સહપત્ની ગંગાજીમાં સ્નાન કરી વિમાનમાં ઈંદ્રલેાક તરફ પ્રયાણ કરી રહ્યા છે. સભવ છે કે, ઉપરથી અજાણતાં તે થુક્યા હાય ! અને તેના છાંટા અંજલિમાં પડયા હોય ! એ અપરાધ ભૂલથી થઇ ગયા છે ! પ્રભે! તેમને ક્ષમા કરે.''
“નહિવત્સ ! ચિત્રસેનની એ મદાંધતા છે. રાજ્યાહકારી મંદ્રને ત્યાં રહી એ પણ અહંકારી અન્ય છે. જ્યાંસુધી તેના ગંનું ખંડન ન કરૂં ત્યાંસુધી તેના અહંકાર ઉતરવાના નથી. ચિત્રસેનને ક્યાં ખબર છે કે તે ગાલવ’ મુનિનેા અપરાધી છે. ભક્તિરૂપી અમૃતથી પજિંત્ર કરેલી ભાગીરથીના જળની અંજલિમાં થુંકી એણે મહાન અપરાધ કર્યો છે. એ કૃત્ય ક્ષમાપાત્ર નથી. નેતેની શિક્ષા મળવીજ જોઇએ. ચાલે, તે માટે આપણે શ્રીકૃષ્ણચંદ્ર પાસે જઇએ અને તેને દંડ આપીએ.”
એટલુ કહી ગાલવ મુનિએ પેાતાના શિષ્યને લઇને દ્વારકાપુરી તરફ પ્રયાણ કર્યું. જે સમયે ગાલવ ઋષિ શ્રીકૃષ્ણજીને મળ્યા, તે સમયે બળરામ, સાત્યકિ તથા નારદજી ત્યાં ખેઠા હતા. સર્વે એ ગાલવ ઋષિને યથાયેાગ્ય માન આપી સત્કાર્યો તે તેમના આગમનનું કારણ પૂછ્યું. ગાલવઋષિએ પણ પાતાની અથ તિ કહી સંભળાવી. તેથી શ્રીકૃષ્ણચંદ્ર પણ સહેજ ક્રોધિત થયા અને આવેશમાં આવી ખેાલી ગયા કે ઋષિરાજ ! જે આપ તેને કાલ સંધ્યા સુધીમાં ક્ષા નહિ આપે તે અવશ્ય હુ' તેને મારી નાખીશ. એ મારા અંતિમ નિશ્ચય છે.”
એ સાંભળી નારદજી એટલી ઉઠયા કે, “પ્રભુ ! જો ચિત્રસેનને પોતાના અપરાધની ખખ્ખર પડશે તે તે અવશ્ય પશ્ચાત્તાપ કરશે. તેને એક નજીવા અપરાધ માટે પ્રાણદંડ આપવા એ અન્યાય છે. ઋષિરાજ તે તેને ક્ષમા નહિ કરે, એટલે તમારે તમારી પ્રતિજ્ઞાનુસાર તેને સહાવાજ જોઇશે. તેા હું આપને વિનવુ છું કે, ન્યાયધર્માંના પાલનમાટે તમારે એ પ્રતિજ્ઞાના ભંગ કરી તેને ક્ષમા આપવી જોઇએ.”
‘દેવિષે ! એ અસંભિવત છે. ચિત્રસેનને હું અવશ્ય મારીશ. ક્ષત્રિયની પ્રતિજ્ઞા એકજ હોય ! ’' “પ્રભા ! એમ ન કરે. આપની પ્રતિજ્ઞા હુ` પૂરેપૂરી રીતે સમજુ છું. મહાભારતના યુદ્ધ વખતે શસ્ત્ર ધારણ ન કરવાની આપે પ્રતિજ્ઞા લીધી હતી,ને શું તે પ્રતિજ્ઞા આપે પૂરી પાળ હતી કે ?'’ દેવિષ ! એ સમય જૂદા હતે!. આ સમયે જરૂર ચિત્રસેન મારા હાથથી સહારાશે વિશ્વની કાઇ પણ શક્તિ મારી એ પ્રતિજ્ઞાની આડે આવી શકશે નહિ.”
નારદજીએ કૃષ્ણચંદ્રને ધણું ઘણું સમજાવ્યા, પણ તે એકના એનજ થયા; ત્યારે શ્રી. કૃષ્ણચંદ્રના સત્તાના મદને તેડવાની નારદજીને ઇચ્છા થઇ. પરિણામે કાઇ ને કાષ્ટ પ્રકારે ચિત્રસેનને ખચાવવાની પ્રતિજ્ઞા નારદજીએ લીધી.
ચિત્રસેનને જ્યારે આ ખને પ્રતિજ્ઞાઓની ખબર પડી ત્યારે તે વિમાસણમાં પડયે. તેણે ઈંદ્ર અને વરુણાદિ દેવની સહાયતા માગી; પણ શ્રીકૃષ્ણચંદ્રના શત્રુને કૈાઇએ સહાય ન આપી. ચિત્રસેન પાગલની માફક અહીંથી તહીં સહાય માટે રખાયા; પરંતુ કાઈ પણ કાણેથી તેને સહાયતા ન મળી. છેવટે નિરાશ થઇ, શ્રીકૃષ્ણ જેવા શત્રુના હાથે મરવા કરતાં, ગંગાજીને આશરે લેવા તેણે ચેાગ્ય ધાર્યો અને સૂર્યોદય થતાં પહેલાં આત્મહત્યા કરવાને એ ભાગીરથીતટે જઈ પહોંચ્યા.
કપડાં ઉતારી જેવા તે ગંગાજીમાં પડવા જતા હતા તેવાજ દૂરથી એક અવાજ સંભળાયા. એ યુવાન! આત્મહત્યા એ ભયંકર અપરાધ છે.”
એ અવાજ કયાંથી આવ્યા ? તે જેવા ચિત્રસેને પાછું ફરી જોયું તે તેનીજ પાસે ભિ ંજાયેલ કપડાં પહેરી એક અપૂર્વ તેજસ્વિની દેવી ઊભી છે.
યુવાન ! કયા કબ્જે કરીને તું આત્મહત્યા કરવા તત્પર થયા છે ? તું કાણુ છે ને ક્યાંથી આવે છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com