________________
१४७-लिंबु अने तेना उपयोगो લિંબુ લગભગ સર્વ પાઠકપીઠિકાઓની કામની વસ્તુ છે; પરંતુ તેનાથી જે જુદાં જુદાં કામ લેવામાં આવે છે, તે સર્વ કઈ જાણતાં નથી. તેથીજ પ્રથમ મેં લિંબુના વીસ ઉપયોગો ભાગ્યોદયમાં પાકપાઠિકાઓ આગળ રજુ કર્યા હતા.૪ તે પ્રયોગો ગૃહસ્થીના કામમાં પણ ઉપયોગી નિવડવાથી બીજા થોડાક ઉપયોગો-જે મારી જાણમાં આવ્યા છે-તેમને અત્રે આ પવાનું ચગ્ય ધારું છું.
લિંબુમાંથી બમણો રસ કાઢવાની એક બીજી રીત –રસ કાઢવા પહેલાં જ તેને થોડીક વાર માટે ગરમ પાણીમાં ભીંજાવી રાખવામાં આવે તે બમણે રસ નીકળશે.
ફેલા કેલીઓ વગેરેના જે રંગબેરંગી ડાઘ ચામડી ઉપર રહી જાય છે, તેના પર જે લીંબુનો રસ રોજ લગાડતા રહેવામાં આવે તે ડાઘ મટી જઇને ચામડી સાફ અને સુંવાળી થઈ જાય છે.
ખીલ અને ગુમડાં પર પણ જો લિંબુનો રસ રોજ લગાડતા રહેવામાં આવે તો તે પણ મટાડી દેવાનો પૂરો ભરે છે.
લિંબુનો રસ જો દાદર પર લગાડતા રહેવામાં આવે તો દાદર પણ મટી જાય છે.
જે મીઠું તેલ ઘણું ખાવામાં આવ્યું હોય અને તેનાથી અજીર્ણ થયું હોય તો લિંબુને રસ પીવાથી અજીર્ણ મટી જશે.
જ્યાં વિંછી કરડ્યો હોય ત્યાં આથેલાં લિંબુનો ગર્ભ બાંધી રાખવાથી વિંછીનું ઝેર ઉતરી જાય છે.
જ્યારે કૅલેરા ફાટી નીકળ્યો હોય ત્યારે તેવા ગામમાં ન છૂટકે જવું પડે તે પીવાના પાણી ઉપર ત્યાં વિશેષ ધ્યાન આપવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવીને તે પાણીને ૦૧ કલાક સુધી ઠરવા દેવાથી તેમાંનાં ઝીણાં જંતુઓ મેટા ભાગે મરી જાય છે, અને તેથી પાણી પીવા લાયક થઈ જાય છે.
બવાસીર (કરસના માટે)-ચોખા લિંબુના રસની પીચકારી દિવસમાં એક વાર લેવી જોઈએ.
આના પ્રત્યે ગથી મસાઓ સંકોચાઈ જશે અને ઝાડો સાફ આવવા લાગશે. મસાઓ પર લિંબુના રસમાં કપડું બે ળીને મૂકવું– લોહીવાળા બવાસીર પર પણ આની રાની પીચકારી લેવાથી લાભ થશે.
ગુદાના ધા-આ રોગમાં પણ જેમ મસાને માટે ઉપર બતાવવામાં આવ્યું છે તેમ લિંબુના રસની પીચકારી લેવાથી લાભ થાય છે.
ગાંઠો-લિંબુના રસના સેવનથી બહુ લાભ થાય છે. પ્રથમ બે ત્રણ લિંબુથી શરૂઆત કરીને બાર સુધી પહોંચવું અને પછી એક એક ઘટાડીને પૂર્વાનુસાર રોજના બે ત્રણ લિંબુ ૫ર આવી જવું. આ ઇલાજ નયણે કે યાને ખાલી પેટે નિખાલસ લિંબુને રસ ખાંડ મેળવ્યા વગર કામમાં લે.
એહસીટી (જાડાપણું-આને માટે પણ જેમ ઉપર આપવામાં આવ્યું છે તેમ લિંબના રસનું સેવન લાભદાયક છે. ભેજનમાં વિશેષ કરીને કાચી શાકભાજી અને ફળો લાભદાયક છે. ખાણું હલકું અને સુકું (ચીકણાશ વગરનું) હોવું જોઇએ.
- પિત્તપ્રકોપ-લિંબુને કાપીને તેના ફડચાલી પર મીઠું ભભરાવીને તેમજ કાળાં મરી પણ ભભરાવીને દેવતાપર ગરમ કરીને નયણે કઠે સવારે ખાલી પેટે) ખાવાથી ફાયદો થાય છે.
નાનાં દૂધમલ બાળકો અને છોકરાંઓના અપચા અને ઝાડા પર–-બબ્બે માસા લિંબુનો ચેન્ચે રસ અદ્ધ અર્ધા કલાકે આપતાં રહેવું. આથી પેટની પીડા અને ઉલટી બંધ થઈ જશે.
જૂનો જીકમ અને નજલે-લિંબુનો રસ અને ગરમ પાણી બને સરખા ભાગે મેળવીને અને માથાને એક બાજુ મૂકાવીને એક નાના ચમચાવડે વારંવાર તે મિશ્રણને નાકનાં બને છિદ્રોમાં ટપકાવવું જોઈએ. થોડાક દિવસ કરતા રહેવાથી જૂના રોગીઓને પણ આરામ થઈ જાય છે.
ઝાડો અને મરડો–કઈ પણ ઔષધિ અથવા ભજનથી ઝાડાને રોકવાની કોશીશ ન કરવી જોઈએ. સ્વાભાવિક રીતે જે મળ નીકળી રહ્યો હોય તેને નીકળી જવા દે. લિંબુનો ચાખ રસ (ખાંડ વગર) એક એક ગ્લાસ એક એક કલાકે પીવે. એક ગ્લાસ એક વખતમાં ન પી શકાય તે પીવાય તેટલો પીવો.આથી આંતરડાં સાફ થઈ જાય છે. (“ભાગ્યદય”ના એક અંકમાં લેખક –બી. કે. સી. મહેતા)
x એ લખાણ તપાસ કરવા છતાં મળી શકયું નથી. નહિ તે અહીં લીધું હોત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com