________________
૩૯૮
શુભસંગ્રહ ભાગ પાંચમે १६६-श्रीरामचंद्रे हरण मार्यां नहोतां.
-
-
પ્રશ્નઃ-આર્યધર્મમાં માંસ ખાવાને પાપ માનવામાં આવે છે કે નહિ? ઉત્તર:-પાપ મનાય છે. પ્રશ્નઃ-વાલ્મીકિ રામાયણને તમે માનો છો? રામચંદ્રજી આર્યા હતા, તો તેમણે મૃગો કેમ માર્યો?
ઉત્તર રામચંદ્રજીએ મૃગો મારેલાં એ વાત ખરી, પરંતુ તેથી તે મારીને માંસ ખાધું એમ કહી શકાય નહિ.
પ્રઃ-તેમણે માંસ ખાધું એમ રામાયણમાં તો લખ્યું નથી, પણ તે ગરીબ હરણને મારવાનું શું પ્રયોજન ?
ઉત્તરઃ-મૃગનો અર્થ એ સ્થળે હરણ થતો નથી, પણ જંગલી પશુઓ એમ થાય છે. જંગલમાં જેટલાં સિંહાદિ જાનવરો હોય છે તે બધાંને સંસ્કૃતમાં મૃગ કહે છે. સિંહાદિ જાનવરને રાજકમાર રામે માર્યો, તેમાં એમ કરવાની તેમની ફરજ હતી. જેમ રાવણાદિ રાક્ષસ સાથે યુદ્ધ કરી પોતાના ક્ષાત્રધર્મનો તેમણે પરિચય આપ્યો હતો, તેમ સિંહાદિ જંગલી ભયંકર જાનવરને મારી પિતાના ક્ષાત્રધર્મનું તેમણે પાલન કર્યું હતું.
પ્રઃ-મૃગ શબ્દનો અર્થ સિંહાદિ જંગલી જાનવરને થાય છે તેનાં પ્રમાણ આપે. ઉત્તર:–નીચલાં પ્રમાણ છેઃ
(૧) આજે પણ રાજાઓ જંગલમાં જઈને સિંહાદિનો શિકાર કરે છે. પહેલાં પણ તેઓ શિકાર કરતા હતા. એને મૃગયા કહે છે. આથી પણ એમ સિદ્ધ થાય છે કે, મૃગ શબ્દનો અર્થ જંગલી જાનવરો છે.
(૨) સિંહને માટે સંસ્કૃતમાં મૃગેન્દ્ર શબ્દ છે. નરેમાં ઇંદ્ર તે નરેન્દ્ર, તેમજ મૃગોમાં ઇંદ્ર તે મૃગે. મૃગ એટલે મૃગ, સિંહે વગેરે પ્રાણીઓ.
(૩) માથાં જ સર્વેvi કૃપાળાં મહિષાં વિના (મનુ. પ-૯.) અહીં પણ મૃગ શબ્દને અર્થ જંગલી જાનવરે થાય છે.
(૪) કૃ ન મીર જ રિટાદ ( દ. ૨-૨-૨૪–૨) અહીં પણ મૃગને અર્થ સિંહાદિ જંગલી જાનવરોને થાય છે. દુર્ગાચાર્ય અને નિક્ત પણ એમજ માને છે.
(૫) પર્વતના પ્રવાસે હું કાંગડી પ્રદેશમાં ગયો હતો. ત્યાં પર્વતમાં આવેલું ધર્મશાળા નામનું એક નગર છે. ત્યાંના લોકો મને કહેતા હતા કે તે બાજુ જતા નહિ, ત્યાં મૃગો આવે છે. મૃગનો અર્થ હું પણ હરણજ સમજતો હતો. તેથી એવી વાત સાંભળી પહેલાં તે મને આશ્ચર્યો થયું, પરંતુ પછી પૂછવાથી જણાયું કે પર્વતવાસીઓ ચિત્તાને મૃગ કહેતા હતા. આથી જણાય છે કે “મૃગને અર્થ સિંહાદિ વનપશુને થાય છે. (6) सोऽहं वाससहायस्त भविष्यामि यदीच्छसि। इदं दुर्ग हि कान्तारं मगराक्षससेवितम्॥
(રામાયણ, અરણ્યકાંડ, સર્ગ ૧૪-૧૩.) જટાયુ રામને કહે છે કે જો તમારી ઇચ્છા હોય તે વનવાસમાં હું તમારી સાથે રહું. મૃગ અને રાક્ષસોથી ભરેલું આ વન દુઃખવાળું છે. લક્ષ્મણ સાથે તમે બહાર જશે ત્યારે સીતાની હું રક્ષા કરીશ.
અહીં મૃગનો અર્થ વનમાં રહેનારાં ભયાનક પશુનો છે. (૭) વિવાદાવપાંચ કુર્માતા ક્ષિા છે (વાલ્મીકિ રામાયણ–અરણ્યકાંડ, સંગ ૨૩-૫.)
આ સ્થળે મૃગોને માંસ ખાનારાં કહ્યાં છે. માંસ તે સિંહ વગેરે ખાય છે. મૃગે નથી ખાતાં. આગળ ચાલતાં મૃગ શબ્દનું વિશેષણ ઘટ્યૂઃ એવું પણ વાપરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com