________________
૩૬૩
^
^^
^
^^
^^
^^
^
^**
શ્રીમદભાગવતનો પ્રસાદ १५५-श्रीमद्भागवतनो प्रसाद
૧-ચેર કેનું નામ? यावद्भिरत जठरं तावत्स्वत्वं हि देहिनाम् । अधिकं योऽभिमन्येत सस्तेनोंदण्डमर्हति॥
(૭–૧૪-૮) જેટલાથી કરીને માણસનું પેટ ભરાય એટલી જ એની ખાનગી મિલ્કત છે, એના કરતાં વધારે પરિગ્રહ કરનાર માણસ ચેર તથા શિક્ષાપાત્ર છે.
૨-રસાચી સેવાપૂજા अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् ॥
(૩–૨૦-૨૧). હું પ્રાણીમાત્રમાં એના આત્મારૂપે સદા વસું છું, જે માણસ તેની અવજ્ઞા કરીને પૂજા કરે છે તે પૂજા નહિ પણ પૂજાની વિડંબના માત્ર છે.
(માણસે ભૂખે મરે છે, ગાય આદિ જીની હત્યા થાય છે એ સ્થિતિમાં ભગવાનની મૂર્તિનાં દર્શન કરવામાં, એની આગળ “ભેગ ધરવામાં તથા અન્નકુટ ખડકવામાં કેવળ ભગવાનની ઠેકડી થાય છે.) यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वाची भजते मौढ्याद्भस्मन्येव जुहोति सः॥ | સર્વ પ્રાણીમાં રહેલા મને છોડીને જે મૂર્તિને પૂજે છે તે મૂઢમાણસ ભરમમાંજ હામ કરે છે. द्विषतः परकाये मांगानिनो भिन्नदर्शिनः। भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ॥२३
બીજાના શરીરમાં રહેલે જે હું તેને જે માણસ ક્રેપ કરે, અભિમાન ધરે, ભેદભાવ રાખે, પ્રાણીઓ સાથે વેર બાંધે તેનું ચિત્ત શાન્તિ પામતું નથી. अहमुच्चावचैद्रव्यैः क्रिययोत्पन्नयानघे। नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः॥२४
માણસ ભાતભાતના પદાર્થો એકત્ર કરીને ભલે મને પૂજે, પણ જે તે પ્રાણુઓની અવજ્ઞા કરે તે હું તેના ઉપર ત્રુઠત નથી. अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् । अर्हयेदानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा २७
સર્વ પ્રાણીઓના શરીરને મંદિર ગણીને, તેમાં રહેલા મને દાન કરવું, માન આપવું, મિત્ર ગણુ ને સમદષ્ટિએ જે.
૩-બ્રાહ્મણાદિ કેને કહેવાય? शमोदमस्तपः शौचंसन्तोषः क्षान्तिरार्जवम् । ज्ञानंदयाऽच्युतात्मत्वं सत्यं च ब्रह्मलक्षणम्
(૭-૧૧-૨૧) શમ (મનઃસંયમ), દમ (બાહેન્દ્રિયસંયમ), તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ઈશ્વરપરાયણતા અને સત્ય, એ બ્રાહ્મણનાં લક્ષણ છે. शौर्य वीर्यं धृतिस्तेजस्त्याग आत्मजयः क्षमा।ब्रह्मण्यता प्रसादश्च रक्षा च क्षत्रलक्षणम् २२
શૌર્ય, વીર્ય, ધીરજ, તેજ, દાન, મનઃસંયમ, ક્ષમા, સંતસેવા, પ્રસન્નતા અને સર્વની રક્ષા કરવી, આ ક્ષત્રિયનાં લક્ષણ છે. देवगुर्वार्यगोभक्तिस्त्रिवर्गपरिपोषणम्। आरितक्यमुद्यमो नित्यं नैपुणं वैश्यलक्षणम् ॥२३ - ભગવાન, ગુરુ, સંત તથા ગાયની સેવા; ધર્મ, અર્થ તથા કામનું પિષણે આસ્તિકતા, સતત ઉદ્યમ અને નિપુણતા, આ વૈશ્યનાં લક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com