________________
મગજને કૈવત આપનાર એક ઉત્તમ ઔષધિ-શંખાવળી
૩૫૫
ચક્કર –ઉમાદચિકિત્સામાં શંખાવળીને સ્વરસ, મધ અને કઠ આપવાની ભલામણ કરે છે. આર. એન. કોરી–પિતાની ઇન્ડિયન મટીરિયા મેડીકા નામના પુસ્તકમાં શંખાવળી વિષે લખે છે કે, શંખાવળી મૃદ, રેચક, રસાયન અને જ્ઞાનતંતુને બળ આપનારી છે. તાજે રસ ઉન્માદ, અશક્તિ, ગંડમાલા, અજીર્ણ વગેરેમાં અપાય છે.
ડેમોક–પોતાના પુસ્તકમાં શંખાવળી વિષે જણાવે છે કે, વેદના વખતમાં શંખાવળી ગર્ભ પ્રદ મનાતી. ત્યાર પછીના સમયથી તેને મગજને યાદશકિત આપવાના ગુણવાળી મનાય છે. આ પ્રમાણે દરેક મેટા મેટા વૈદ્યો અને ર્ડોકટરોના મત ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે, આ એક મગજને સુધારવાની દવા છે. જે એને એવી જરૂર જણાય તેઓએ બીજા બેટા ખર્ચા મૂકી દઈ આ અજમાવવી.
અહી અમારી આયુર્વેદ મહાવિદ્યાલયના એક અધ્યાપકે આ દવા બહુજ વાપરી છે અને તેના ગુણોની ખાત્રી કરી છે. તેમના પુત્ર જયારે મેટ્રીકમાં હતા ત્યારે “મગજ થાકી જાય છે અને નથી વંચાતું” એવી ફરિયાદ કરતા ત્યારે તેને શંખાવળીના ચૂર્ણનું વીતેલાનું પડીકું દૂધ સાથે આપી દેતા. આથી જાદુ કર્યું હોય એવી અસર જણાતી. એવી રીતે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એ પ્રમાણે કર્યું. ત્યાર પછી તો એવી બીજી પરીક્ષાના વખતે પણ તે અજમાવી અને તેના બીજા ઘણા મિત્રેાએ પણ તેના ગુણની ખાત્રી કરી.
અમારે પિતાને હમણાં થોડા વખત પહેલાં પરીક્ષા હતી. મને પિતાને પણ એવી અસર થયેલી જેથી મારાથી બિલકુલ વંચાય જ નહિ. હું તો વિચારમાં પડ્યો કે, હવે શું કરવું ? વર્ષ બગડવાના ભણકારા સંભળાવા લાગ્યા. અને તેથી દવા લેવાને વિચાર થયો. કંઈક વિષયની બનાવટ લેવા વિચાર હતો તે દરમિયાન તેમને પૂછતાં તેમણે મને શંખાવળી બતાવી. ૦૧ તોલો. લેતાં એક કલાક પછી જાણે કંઈ થયું નથી એમ જણાતું. મગજ તદ્દન હલકું (શિ) લાગતું, જાણે જરા પણ મહેનત કરી નથી. ત્યારબાદ વંચાય પણ બહુજ સારી રીતે. આ પ્રમાણે દિવસમાં બે ત્રણે વખત પરીક્ષા પૂરી થઈ ત્યાંસુધી દવા લીધી અને ખરેખર તે દવાની મદદથી હું પરીક્ષામાં સારૂ અને ધાર્યું પરિણામ લાવી શકે. મારી સાથે બીજી ત્રણ જણે દવા લીધી હતી અને તેમને પણ તેવી જ અસર થઈ હતી.
આ પઇ જ શંખાવળીમાં મેધા ગુણ કેવો છે તેની મને ખાત્રી થઈ.
આ ઉપરથી સને એજ જાણવાનું છે કે, જેને આ વાત ઉપર કંઈક શ્રદ્ધા હોય તેઓએ બીજા ડ્રાનીક પાછળ પૈસા અને શરીરની ખુવારી ન કરતાં આ અત્યુત્તમ “બ્રેઇન ટોનીક એટલે કે મગજને શક્તિ આપનાર દવાનો ઉપયોગ કરો. મોટી મેટી જાહેરખબરોનાં નામે અંજાઈ જઈ એક પાઈની દવાના જ્યાં ૨૫-૨૫ રૂપિયા લેવાય છે તેવી ખટમાં ન પડતાં સહજ મળી શકે તેવી આ દવાનો ઉપયોગ કરવો. ભારતવાસીઓને પિતાને પૈસે પેતાના જ દેશમાં સચવાઈ રહે તેવા રસ્તામાં આ એક રસ્તો છે.
(“વૈકલ્પત”ના એક અંકમાં લેખક-શ્રી. વસંતરાય પ્રાણશંકર રાવળ)
•
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com