________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૩પ
શુભસંગ્રહ-ભાગ પાંચમે તેજક, સંધિશોથઘ, મજજાતંતુને ઉત્તેજક, વેદજનન, નિયતકાલિક જવરપ્રતિબંધક વિષમજવર અવરોધકો અને વિષહર છે. વજન:-પંચાંગ, પાન, ફળ કે કંદનું ૫ થી ૧૫ રતી ત્રિકટુ અથવા આદુ કે નાગરવેલના પાન સાથે અપાય છે. આ ઔષધિ ક્યારેય ઉકાળીને આપવી નહિ; કારણ
થી તેમાંનો ગુણકારી તેલભાગ ઉષ્ણતાવડે ઉડી જાય છે. તેમજ તેને છાંયે સૂકવવી, પણ આકરે તડકે ન સુકવવી.
ક૫:-ઈશ્વરીને અર્ક-(રીંકચર)-તેના પંચાગનું કે પાન, ફળ ને કંદનું ચૂર્ણ ૧ ભાગ; ગામઠી દારૂ ૨૨ ભાગ; બંધબુચની બાટલીમાં ભરીને આઠ દિવસ રાખી નિત્ય એકાદ વાર હલાવતા રહેવું. નવમે દિવસે તે ગાળીને મજબૂત બુચવાળી બાટલીમાં ભરવું. વજન – 8 થી તોલ અર્થાત ના થી ૧ા કામ.
ઉપયોગ:-તાવમાં ઈશ્વરો આપવાથી માથાનો દુઃખાવો કમી થાય છે, પેશાબની બળતરા કમી થાય છે, વેદ વળે છે અને થાક ન લાગતાં તાવ ઉતરે છે. દરેક પ્રકારના તાવમાં ઈશ્વરી યોજી શકાય છે; પરંતુ વિષમજ્વરમાં અને દૂષિત સૂતિકાજવરમાં વિશેષ ગુણકારી છે. તાવમાંથી ત્રિદોષ થઈ આવે તેમાં ઈશ્વરી તગર ગઢડા સાથે આપવાથી તે જ્ઞાનતંતુઓ અને મગજ શાંત પાડી ઠેકાણે લાવે છે. નવીન અને જૂના આમ(સંધિવાયુમાં અને તાજા ઉગ્ર સંધિવામાં જવખાર સાથે મેળવીને અપાય છે તેમજ સંધિવાના દુઃખાવા ઉપર લેપ કરાય છે. તેનાથી - દન થઈ સાંધાની સુજ ને દુઃખાવે કમી થવા પામે છે.
કફ જવરમાં ઈશ્વરીની યોજના કરવાથી દરદીનો કફ મેક થઈ છૂટવાની શક્તિ આવે છે, ને જ્ઞાનતંતુ ઉત્તજને પામવાથી તેમ બને છે. પાનનો રસ, નાના બાળકના કફમય કંઠવરોધમાં દેવાય છે. તેનાથી ઉલટી થઈને ગળું મોકળું થાય છે, અને તેથી નબળાઈ જણાતી નથી.
ઈશ્વરીની ગર્ભાશય ઉપર ઉત્તેજક ક્રિયા બહુ નિશ્ચિત અને સ્પષ્ટપણે થાય છે. ભણતર વખતે સ્ત્રી કષ્ટાતી હોય છે ત્યારે વેણનું જોર વધવા માટે ઈશ્વરી પીપરીમૂળ રાાથે દેવાય છે. તેથી ગર્ભાશયનું સંકોચન જોરથી થાય છે, છતાં ગર્ભને ઇજા થતી નથી. જણતથી થતે સ્ત્રાવ સાફ થવા માટે ઈશ્વરીનો સારો ઉપયોગ થાય છે. સગર્ભાવસ્થામાં તે દેવાય તો ડાર્ભાપાત થવાના દાખલા બનેલ છે. અનાર્તવમાં અને પીડિતાર્તવમાં દેવાથી સારો ગુણ કરે છે.
ઈશ્વરી મધ્યમ વજને પેટમાં દેવાથી પાચનશક્તિ વધે છે અને આંતરડાની શિથિલતા કમી થાય છે. આંતરડાનાં દરદોમાં આ બહુ કિંમતી દવા છે. કુપચન, ઉલટી, કૉલેજ, અતિસાર, સંહણ, નળવાયુ અને જીર્ણ અજીર્ણમાં મરીના ચૂર્ણની સાથે ઈશ્વરી દેવાથી તે ઉત્તમ ગુણ કરે છે. બાળકને દાંત આવવા વખતે તાવ, ઉલટી અને ઝાડા થઈ આવે છે ત્યારે ઈશ્વરી બાળકને જૂજવજને અપાય છે. તે બાળકને સારા ગુણ કરે છે.
સાપ અને કૂરસાના વિષનિવારણ માટે ઈશ્વરી અપાય છે. કૂરસા નાગના ઝેર માટે તેનાથી ગુણ થયાના દાખલા મળે છે. મદ્રાસમાં વિષનિવારણ માટે નાળવેલ બહુ વપરાય છે. આપણા દેશમાં પણ સર્ષવિષ અને અફીણના વિષનિવારણ માટે નોળવેલનો કંદ તથા તેનાં ફળ અને પાન વાટીને માટે વજને પાય છે અને તેથી ઉલટીઓ થઈ વિષનિવારણ થાય છે, એમ ઘણુ નું કહેવું છે. નળવેલ જમીનમાં જે કંદ (ગાંઠ) નાનો મોટો હોલ તેવાં તેની વેલને કંદફળ નાનાં મોટાં આવે છે. તે પાકતાં, લઈને સાચવવાં અને દવાના કામમાં વજનસર લેવાં. બાકી બાગ કે વાડી કે, ફળીમાં એક વાર ફળકંદ જેઠ આષાઢ માસમાં વાવવાથી તે ઉગીને તેની વેલ વધે છે. તેને આધાર દેવાથી તે અવળી વિંટાય છે અને આ કારતકમાં પૂર્વ વા વળતાં તે ફળ મૂકયા બાદ સૂકાઈ જાય છે અને તેને કંદ જમીનમાં ગુપ્ત રહે છે. તે ચોમાસું આવતાં પાછી તેમાંથી ઉપર રહ્યા પ્રમાણે વેલ ફરીને વધે છે ને ફળકંદ દે છે.
(“વૈકલ્પતર”માં લેખકઃ - શ્રી. આર્યાવૈદ મયારામ સુંદરજી)
જ ઔષધિ સંગ્રહને આધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com