________________
૩પ૦
શુભસંગ્રહ-ભાગ પાંચમ १४८-उपवासविष कंईक
પ્રાચીનકાળથી જ ઉપવાસ એ ઔષધ તરીકે જાણીતો છે અને તંદુરસ્તી સાથે નિકટને સબંધ ધરાવે છે. તે સમયમાં લોકો સાધારણ રીતે અઠવાડિયામાં એકાદ ઉપવાસ તો જરૂર કરતા, એટલેજ લેકે નીરોગી રહેતા. ખેરાક એજ રોગનું મૂળ છે એમ તેઓ માનતા, માટેજ આપણા વૈદ્યક ગ્રંથો જેવા કે ચરક, સુશ્રત, વાભ વગેરેમાં રોગના હેતુસર કે ખોરાકજ ગણાવ્યા છે. જ્યારે રોગ થાય ત્યારે ઔષધતરીકે ઉપવાસજ કરવાની સલાહ આપતા. તેઓ એમ કહેતા કે, વ્યાધિ મટી ગયા પછી ખેરાક આપવાથી ફાયદો થાય છે; પરંતુ વ્યાધિમાં ખોરાક આપવાથી દરદ બમણા જોરથી વધે છે.
હવે અત્યારે પણ લેકેનું દષ્ટિબિંદુ ઉપવાસ તરફ વળવા માંડયું છે. અમે કામાં ઘણા રોગ ઉપવાસથીજ સારા કરવામાં આવે છે. ઉપવાસ એ કુદરતી ઔષધ છે અને તેમાંથી શરીરની દરેક આંતરિક ક્રિયા નિયમસર થાય છે,
એકાદ પશુ માંદુ પડયુ હોય તે તેને ઘાસ નીરવામાં આવે છતાં તે ખાતું નથી અને ઉપવાસ કરે છે, અને તેથી કુદરતી રીતે જ તેને રોગ નાબુદ થઈ જાય છે. ગમે તેવા રોગથી તેઓ ઘેરાયાં હોય તે પણ પ્રેરક લીધા સિવાય તેઓ રહે છે. વળી દુનિયામાં બીજી માન્યતા છે કે, ખાધાથી જ બળ ને શકિત આવે છે. આ માન્યતાના બહાના હેઠળ ઘણું ખાવામાં આવે છે અને તેથી બળ આવવાને બદલે નુકસાન થાય છે, માટે ઉપરની માન્યતા દરેક માણસે પોતાના મનમાંથી કાઢી નાખવી જોઈએ.
ઉપર કહ્યું તેમ ખોરાક એજ રોગનું મૂળ છે, કારણ ખોરાક લીધાથી એક જાતનું ઝેર શરીરમાં એકઠું થાય છે અને જેમ જેમ વખત જાય છે, તેમ તેમ વધતું જાય છે અને આખરે એકાદ રોગ ઉત્પન્ન થાય છે.
ઉપવાસ ગમે તે દિવસે થઈ શકે છે અને જ્યારે પોતાને ઠીક લાગે ત્યારે બંધ કરી શકાય છે. આપણી ભૂલ સામે કુદરતે કરેલો બળવે તેજ રોગ છે. કુદરત હમેશાં શરીરને સમસ્થિતિમાં રાખવા પ્રયત્ન કરે છે. શરીરમાં એક પ્રકારનું ઝેર ભરાઈને એકઠું થાય એટલે કુદરત તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને તે એકાદ રોગ ઉત્પન્ન કરીને વિષ બહાર કરે છે. કુદરતને અનુકૂળ થવું તેજ ચિકિત્સા છે, ઝેર બહાર કાઢવામાં મદદ કરે તેવાં ઔષધ વાપરવાં તેજ ખરી ચિકિત્સા છે. તેવાં ઔષધમાં મુખ્ય ઉપવાસ છે.
“એકયુટ ડિસીઝમાં ઉપવાસ કરવો જરૂરી છે; પણ “ફોનીક૪ ડીસીઝમાં ઉપવાસ એટલો બધે જરૂરી નથી. કારણ તેવા રોગમાં ખોરાક આપીને શરીરને પોષણ કરવાનું હોય છે; માટે તેવા રેગમાં હલકો અને સાદો ખોરાક આપવો. તે પણ પુષ્કળ ચાવીને જ ખાવો જોઈએકારણ કે પાચનશક્તિનાં બરાબર કામ કરી શકતાં ન હોવાથી ચાવેલો ખોરાક જલદી પચી જાય છે.
કોઈ પણ માણસને નીચેનાં ચિહન માલૂમ પડે કે તરતજ ઉપવાસ કરે છે. જરૂર છે એમ સમજી ઉપવાસ કરે. ન કરવાથી તુરતજ રોગ જન્મે છે.
- ચિહ્નો:-(૧) ભૂખ ન લાગે, (૨) ખાવા પર અરુચિ, (૩) શરીર ભારે લાગે, (૪) શ્વાસ ગંધાય અને (૫) ઝાડો સાફ ન આવે. આવાં ચિહનમાં ઉપવાસ જરૂરી છે.
ઉપવાસ કરવાથી શરીરની આંતરિક ક્રિયાઓને આરામ મળે છે તથા એકઠા થયેલા ઝેરને બહાર નીકળવાનો વખત મળે છે. વળી ઉપવાસથી બુદ્ધિ સારી થાય છે અને મગજ સારું કામ આપે છે.
જ્યારે ખોરાક લેવાની જરૂર જણાય ત્યારે કદાપિ ઉપવાસ કરવા નહિ તથા મગજના તેમજ તેને લગતા બીજા વ્યાધિમાં પણ ઉપવાસ કરવો નહિ. (આપણા આયુર્વેદમાં પણ વાત
સાધ્ય x અસાધ્ય ગુજરાતીમાં લેખ લખનાર બંધુએ અવા અંગ્રેજી શબ્દોને બદલે ગુજરાતી શબ્દ અથવા શબ્દાર્થ લખે, એ બહુ જરૂરી છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com