________________
૩૪૬
શુભસંગ્રહ-ભાગ પાંચમો સુભદ્રાની આ વીરવાણી સાંભળી અર્જુનછ કર્તવ્યપક્ષે આરૂઢ થયા અને પિતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે કહ્યું કે “નહિ પ્રિયે ! આ ગાંડીવ અજુનના જ હાથમાં રહેશે. હું તારી આજ્ઞાને પૂર્ણ રીતે પાળીશ. ચિત્રસેનને સંહારવા શ્રીકૃષ્ણ તે શું પણ કદાચ યમરાજ આવશે તે પણ ગાંડીવધારી અર્જુન, તે સર્વના ગર્વનું ખંડન કરશે.”
જ્યારે આ સમાચાર બળદેવ અને શ્રીકoણચંદ્રને મળ્યા ત્યારે તેઓ મર્યમાં પડયા. તરતજ બળભદ્ર ક્રોધમાં આવી જઈ અજુન ઉપર એક પત્ર દૂતદ્વારા રવાના કર્યો. એમાં લખ્યું હતું કે, આપણું મિત્રતાને યાદ કરીને આ બાબતમાં તમે વચમાં પડશો નહિ. જે નાહક પડશે તે તેનું પરિણામ ભયંકર આવશે. પરંતુ અજુને તો યુદ્ધને જ પડકાર કર્યો. - પછી તે કહેવું જ શું? બને તરફથી યુદ્ધની મહાન તૈયારીઓ થવા લાગી. બન્ને પક્ષના દ્ધાઓ સમરભૂમિમાં એકત્ર થયા, મહાયુદ્ધ જામ્યું, વીરનાં તીર છૂટવા લાગ્યાં, ખરેખરે રંગ જામ્યો; એટલામાં શ્રીકૃષ્ણ અને અર્જુનનો મુકાબલો થે. બંને પ્રેમભરી નજરે મળ્યા. દ્રષ્ટિમાં વેર ન હતાં.
અર્જુનછ બોલી ઉઠયા કે “ભગવદ્ ! મહાભારતના યુદ્ધથી આ પ્રસંગ વિકટ છે.”
“અજુન ! તેને માટે તું ચિંતા ન કર. ગાંડીવ અને સુદર્શન એકબીજાથી ઉતરે તેમ નથી. આવ, આપણા હૃદયમાં મિત્રભાવ રાખી પ્રતિજ્ઞાથે શત્રુભાવે લડીએ. ગીતારહસ્યના ઝંકારથી જગતીતલ દહલાવીએ.” આ સાંભળી અજુન યુદ્ધ માટે તૈયાર થયા. બન્ને બાજુથી શસ્ત્રોના પ્રહાર થવા લાગ્યા.
અઙ્ગનજ ધાયલ થઈ મૂર્ણિત થયા. શ્રી કૃષ્ણચંદ્ર શસ્ત્ર મૂકી દઈ અર્જુનછને ગોદમાં લીધા.
થોડી વાર પછી અર્જુનજીની મૂચ્છ શમી ગઈ. તેઓ બોલ્યા “હું ક્યાં છું? શ્રીકૃષ્ણચંદ્રની ગોદમાંજ ! ધિક્કાર છે મને-ક્ષમા કરે, મિત્ર! આ સમરભૂમિમાં તમે મારા શત્રુ છે. આવું વર્તન ન શોભે!” એમ કહી અર્જુનજી ફરી વાર તૈયાર થયા. આ વખતે અર્જુનજીએ ભયકંર બાણ કાઢી પણછ પર ચઢાવ્યું અને શ્રીકૃષ્ણને કહ્યું કે “ભગવાન ! સાવધાન ! આ સમય હું પશુપતાકાપ્રયોગ આદરૂં છું.”
એમ કહી અર્જુનછ બાણ છોડવાની તૈયારીપર હતા તેવામાં જ નારદજી બીજા ઋષિઓ સાથે “ગાલવ” નિમિત્તે આદરાયેલા યુદ્ધમાં આવી ઉપસ્થિત થયા. ઋષિઓના સમરભૂમિમાં આવતાં વારજ યુદ્ધ બંધ થઈ ગયું. સંસારપ્રલયકારી આ યુદ્ધને બંધ કરવા માટે ઋષિ ગાલવે ચિત્રસેનને વણમાગી માફી આપી..
હવે ? યુદ્ધ બંધ થઈ ગયું. ચારેબાજુ હર્ષનાં દુંદુભી વાગી રહ્યાં. શ્રીકૃષ્ણચંદ્ર, અર્જુનજી, નારદજી અને સુભદ્રા ચારેની પ્રતિજ્ઞાઓ પૂર્ણ થઈ. ચિત્રસેનના પ્રાણ બચ્યા. પ્રલયકારી સંસાર એકાએક શાન્તિના આગાર બની ગયે.
(તા. ૨૮-૮-૨૯ ના “હિંદુ”માંથી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com