________________
શ્રીકૃષ્ણા ન-યુદ્ધ
૩૪૫
દેવ! હું ગધરાજ ચિત્રસેન ; છતાં આ સમયે નિરાધાર છું. મારે માતા ભાગીરથીની ગાદ સિવાય બળને આશરેા લેવા હવે નથી રહ્યો. બ્રહ્માંડમાંથી ધર્મનું અસ્તિત્વ નષ્ટ થયું લાગે છે, જાણે સંસારની માતાએ વીર પુત્રાજ પ્રસવ કરવાનુ છેાડી દીધુ હાય !”
ગંધવ રાજ ! વીર માતાઓને દોષ ન દે! હું તને આશરેા આપવા તૈયાર છું. કહે વત્સ ! કહે. તારા દુ:ખનું કારણ મને કહે!''
“માતાજી ! હું ઋષિરાજ ગાલવને અપરાધી છુ.. પ્રાતઃસમયની તેમની અંજલિમાં ભૂલથી હું અભાગીનું થુંક જઇ પડયું. આ એક નજીવા અપરાધને દંડ દેવા શ્રીકૃષ્ણદ્રે આજે સાંજસુધીમાં મારા સંહાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
આખી સ્વ`પુરીના દેવેને મળી ચૂક્યા, પણ કાએ મને સહાયતા ન આપી-સાહસ ન કર્યું. છેવટે હું ભાગીરથી તટે આત્મહત્યા કરવા આવ્યા.”
“વત્સ ! ફિકર ન કર. કૃષ્ણચંદ્ર જેને સંહાર કરશે તેને બચાવ તેનીજ બહેન કરશે, સમય ઘેાડેા છે. એ ભાઇએજ મને શિક્ષણુ આપ્યું હતું કે, નિરાશ્રિતાને આશ્રય આપવા એ આર્યાંનું પ્રધાન કર્તવ્ય છે, ગૌરવ છે. અસ્તુ. તેની શિક્ષાજ આવીનરને બચાવશે. એ માટે જો ભાઈ સાથે યુદ્ધ કરવુ પડશે તે તે માટે પણ હું તૈયારજ હ્યું. મારનાર કરતાં બચાવનાર મેટા છે, તેના આત્મા પ્રળ છે.” એટલું વિચારી એ યુવતીએ કહ્યું કે “વસ ચિત્રસેન ! જે આ વિશ્વમાં તને કાએ આશા ન આપ્યા. તેથી એમ ન જાણવુ કે પૃથ્વી નક્ષત્રી થઇ છે, વીરશૂન્યા થઇ છે, ધમ નષ્ટ થયા છે. આવ, વત્સ ! આવ. જ્યાંસુધી મારા શરીરમાં રક્તનું એક પણ બિંદુ છે ત્યાંસુધી હું તારા સહાર નહિ થવા દઉં''
યુવતીની આવી વીરતાભરી વાતા સાંભળી ચિત્રસેન અવાક્ બની ગયે।. આશ્ચય અને વિસ્મયતાથી તેણે યુવતીને પૂછ્યું કે માતા ! કૃપા કરી કહેશેા કે, આપ કાણુ છે? શું તમે મારી રક્ષા માટે અવતર્યાં છે ?”
ચિત્રસેન ! તારી આશ્રયદાતા તારા શત્રુ શ્રીકૃષ્ણચંદ્રનીજ ગિની, ભુવનવિજયી પાંડુપુત્ર પાની પત્ની અને મહાપરાક્રમી સ્વર્ગીય વીર અભિમન્યુંની માતા સુભદ્રા છે. આવ, વત્સ ! મારે ત્યાં આવ! નિર્ભય થા.”
મહેલમાં આવી સુભદ્રા ચિત્રસેનની રક્ષાના ઉપાયેા યેાજવા લાગી. તેજ સમયે અર્જુનજી આવી પહોંચ્યા. સુભદ્રાને વિચારમગ્ન જોતાં પૂછ્યું. પ્રિયે શું વિચાર કરે છે?'
નાથ! કંઇ સૂઝ પડતી નથી, બુદ્ધિ બહેર મારી ગઇ છે, કાર્યં કિઠન છે. આપ દ્વારા તે કાર્ય કરવાની આશા નિરાશામાત્ર છે–હુ જ તેને પૂર્ણ કરીશ.'
“પાના જીવતાં છતાં તું પૂર્ણ કરશે? એ અસભવિત છે. પ્રિયે ! હું પ્રતિજ્ઞા કરૂ હ્યુ કે, જે કાં તું સેાંપીશ તે હું પૂરૂં કરીશ.”
“નાથ ! ચિત્રસેનને મેં આશરેશ આપ્યા છે, વિતદાન દેવાની મેં પ્રતિજ્ઞા કરી છે, આપ એ નિરાધારની રક્ષા કરે.”
પ્રિયે ! આ શું ? પાંડવે કદી પણ શ્રીકૃષ્ણચંદ્ર સાથે યુદ્ધ આદરે ખરા કે ? આવું સાહસ તું કરીજ કેમ શકી ? આ તે! સુડી વચ્ચે સાપારી જેવે ઘાટ થયેા. હવે શું કરવું? શ્રીકૃષ્ણચંદ્ર સાથે યુદ્ધ! મગજ બહેર મારી જાય છે–વિશ્વ આજે મને ડેાલતુ દેખાય છે.’
“નાથ ! વીરનાં વચન આવાં ન હેાય ! આપ ખાજુએ રહેા. જે સાહસ કર્યું છે તે મેં કયું છે. મારા પ્રાણ છે ત્યાંસુધી હું તેને બચાવીશ. હું મારા ધર્મને તિલાંજલિ નહિ આપી શકું. મેં ક્ષત્રિયધમ નું પાલન કયું છે-નિરાશ્રિતને આશા આપ્યા છે. એક પ્રતિજ્ઞાપાલન માટે હું ભાઇ સાથે વૈર બાંધીશ, બ્રહ્માંડ આડે આવશે તે તેને પણ ભેદી નાખીશ.
મહાભારત યુદ્ધમાં વિજય મેળવવા સહેલે છે, પણ હૃદય પર વિજય મેળવવા કઠણ છે. તે આપ તેની રક્ષા ન કરી શકે! એમ હોય તે આપનાં શસ્ત્ર મને આપે, હું તે ધારણ કરીશ.’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com