________________
૩૬૨
શુભસંગ્રહ-ભાગ પાંચમ રંગી નવજુવાનો કેટલા બધા તલસી રહ્યા હતા ? અને તેમાં કેટકેટલા ગુજરાતી યુવકે હતા ?
X
એ વખતનું રા૦ જયકરનું ભાષણ “ આપણામાંથી આ અફઘાન બાળકની માફક માતૃભૂમિ મૂકીને અગીઆર અગીઆર વર્ષ લશ્કરી તાલીમ લેવા પરદેશ જવા કેટલા તૈયાર છે?' એ એમને પ્રન અને “અમે બધાજ’ એ નવયુવકોને ઉત્તર એ શું બતાવે છે ? જો એ પ્રશ્ન નવયુવકોના હૃદયમાંથી સાચીજ રીતે નીકળ્યો હોય તે તો નવરાત્રિના દિવસેને જે કાચો મહિમા છે તેનું જ આપણે અનુકરણ કરવા માંડીએ.
આપણા જીવનનાં અનેક અંગેની માફક આપણા તહેવાર ઉપર પણ અનેક વર્ષોની ગુલામીને લીધે જીતાનો કાટ વળી ગયો છે. એ કાટને ખંખેરી કાઢીને, આપણુ પ્રજાકીય તહેવારની ઉજવણીમાં મૂળભૂત પરિવર્તન કરી નાખીને તેમાં વિપ્લવ કરવાની જરૂર છે. આપણું પ્રત્યેક તહેવારની યોજના રાષ્ટ્રીયત્વની ખીલવણીની, ઋતુઓની મઝા માણવાની અને સાથે સાથે તંદુરસ્તીની દષ્ટિએ કરવામાં આવી છે; પરંતુ અત્યારે એ બધીજ વાતો આપણે ભૂલી ગયા છીએ.
ઉત્સવોની ઉજવણી એટલે તોફાન, મસ્તી, આનંદ. એને બદલે આપણા જૂના માણસોએ તેમાં અનેક ગોટાળા કર્યા છે તે નવાઓએ કેટલાક સુંદર ઉત્સવને કેવળ ભાષણીઆ બનાવી. દેવાનીએ ભૂલ કરી છે. એ બંને ભૂલો સુધારવી તે નવયુવકનું કર્તવ્ય છે અને તેને આરંભ કરવામાં હવે વધુ વિલંબ કરવાની જરૂર નથી.
x નવરાત્રિને ઉત્સવ એટલે માતૃભૂમિને ઉત્સવ. પ્રાચીન કાળે આવી પ્રત્યેક કલ્પનાઓની પાછળ ધાર્મિક વાતાવરણ ખડું કરવાનો રિવાજ હતો અને તે કાળે એની જરૂર પણ હતી-હશે. (જો કે એ વાતાવરણે એકંદરે તો ભારે નુકસાન જ કરેલું છે, પરંતુ અત્યારે એવા ધાર્મિક વાતાવરણથી આપણા ઉત્સવને મઢી લેવાની જરૂર નથી. હાલના અવસરે એ ઉસને રાષ્ટ્રીય આરોપવું એજ જરૂરનું છે.
છતાં એ જૂના ધાર્મિક વાતાવરણમાં પણ ડેકિયું કરતાં સહજે સમજી શકાય તેમ છે કે, તેની પાછળ રહેલી ભાવના કેવળ શક્તિની ખીલવણીની જ છે. માતા, માડી, જનની એટલે શક્તિને જ અવતાર; એવી પ્રાચીન પુની કલ્પના હતી. શિવાજી જેવા રાષ્ટ્રવીર આલમમશહુર “ભવાની” આપનાર શક્તિની પાછળ જે કપના રહેલી છે તેવીજ ક૯૫ના બીજી દેવીઓની પાછળ પણ રહેલી છે. કાલી, અંબા, મહિષાસુરમર્દિની, ચંડિકા, ચામુંડા, દુર્ગા એ બધી શક્તિઓની પાછળ રહેલી ભાવના કેવળ શક્તિની અને શક્તિની જ હોય છે. પ્રજાવર્ગમાં અને પ્રજાકલ્યાણમાં ઉપયોગનાં પશુઓમાં ત્રાસ ફેલાવનાર અસુર સમૂહના મદ મંદ કરનારી એ તમામ શક્તિઓ છે; હઝરતી જીભ, માનવમાથાની માળ, પગ નીચે છુંદાત દૈત્ય, એવી બીવાળી કાળી જુઓ કે સિંહની સ્વારીએ ચઢેલી દુશ્મનનાં હૈયાં ભેદતી ચંડિકા જુઓ. એનું વિકરાળ સ્વરૂપ, એની પ્રચંડ શક્તિ, એની અખૂટ હિંમત, એનું અથાક શૌર્ય, એ બધાં આમવર્ગને મૌનવાણીમાં સમજાવવાના પ્રયાસ છે. એ કલ્પનાને તાણે અને વાણે કલ્પના કરનારાઓએ તે યુગના માનવીઓ. માટે શૌર્ય અને ચેતનને જ ગંધ્યાં છે..
અને એ શૌર્યની પ્રતિમાઓ કદી પણ તાબોટા પાડવાથી, રાસડા ગાવાથી, સમડી પૂજીને પાછા વળવાથી ખુશ થાય ખરી ? જૂનામાં જૂને રૂઢિરક્ષક પણ એ વાત માનવા તૈયાર નહિ થાય, તે નવીન કેમ થાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com