________________
મુક્તિમાર્ગના મહાજનો
૨૪૧ જૂનને દિવસે તેના શરીરના ટુકડે ટુકડા કરી અત્યાચારીઓએ પોતાની પિશાચવૃત્તિના તાંડવનૃત્યનું નગ્ન સ્વરૂપ દેખાડી આપ્યું. વીર સૈન્કાના મરણની સાથે જ તેનું પ્રજાતંત્ર પંચત્વને પામ્યું. જે વીરના વીરત્વથી પ્રજા શાસનનો ઝંડો ફરકતો હતો તે તેના મૃત્યુ બાદ ભૂમિસાત થઈ ગયો. મેદાન સાફ જોઈ ઝારની સેનાએ અત્યાચાર કરવામાં મણ રાખી નહિ. ઝારને આ વિજય ઘણે મેંઘો પડ્યો હતો. કારના સૈન્યમાંનાં લાખ માણસોનાં બલિદાન અપાયાં ત્યારે જ પ્રજાનું દમન કરી શકાયું; પણ પ્રજાતંત્રનું મૂલેછેદન તે નજ થઇ શકયું. ઝારશાહીએ તેને સમૂળ નષ્ટ કરવા અનેક પ્રયત્ન કર્યો, પણ સર્વ નિષ્ફળ. * * * * * * *
સ્ટેન્કાનો ભારવિ જ્યારે મધ્યાકાશમાં હતા ત્યારે એમ કહેવાતું હતું કે તીર, કમાન કે ગોળી તેને અસર કરી શકતાં ન હતાં. જ્યાં ગળીઓને વરસાદ દેસાર ચાલુ હોય એવા યુદ્ધક્ષેત્રના : મોખરે તે પિતાના સાથીઓને ઉત્સાર આપનો ઘૂમતો હતો; કોણ જાણે કોઈ અદશ્ય હાથ સતત તેની રક્ષા કરતો હતે. આને લીધે એના સૈનિકે એને અલૌકિક શક્તિસંપન્ન લોકોત્તર વ્યક્તિ લેખતા હતા. તેઓને તેના પ્રત્યે શ્રદ્ધા અને ભકિત હતી. તેઓ તેને અમર સેનાનાયક માનતા હતા અને પોતે એવા અપૂર્વ વીરના સૈનિક હોવા માટે ગર્વ ધરાવતા હતા.
એની લોકપ્રિયતાનું બીજું કારણ એની ઘેષણાઓ હતી. જે જે સ્થાન પર તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો તે સ્થાનમાં તે પ્રજાતંત્રની ઘોષણા કરતો હતો. તેની ઘોષણામાં તે જણાવતે હતો કે, ઝારશાહીની વ્યવસ્થા અને તેના ન્યાયાલયનો તે એટલા માટે વિરોધી હતો કે તેમાં ન્યાય કે પ્રજાકલ્યાણને અંશ નથી. તેનું એમ કહેવું હતું કે, ૨ાજ્યતંત્રને ઉદ્દેશ પ્રજાના કલ્યાણ અને સુવ્યવસ્થા માટે છે. જે પ્રજાનું કલ્યાણ ન કરી શકે તો તે રાજસત્તા નકામી કે નામની છે. તેની આવી લોકલાગણીને લીધે તે સર્વત્ર પ્રિય હતો. લોકોએ તેના ગુણેથી મુગ્ધ થઈ “ગશુડર” એટલે “મહાન” એવી ઉપાધિ તેના નામની પાછળ મૂકવાની ઇચ્છા દર્શાવી. આ ઉપાધિ ઝારના નામની સાથે લગાડવામાં આવે છે. બીજા કોઈના નામની પાછળ એ ઉપાધિ લગાડવામાં આવતી નથી. જ્યારે ઉપર પ્રમાણેની મતલબને જનતાનો કાગળ સ્ટેન્કા પાસે ગયો ત્યારે તેણે જનતાને ધન્યવાદ આપતાં કહ્યું કે “હું આપ સર્વની સાથે આપના બંધુતરીકે રહેવા ઈછું છું, નહિ કે ઝારતરીકે.” તેના આ ઉગારથી તેણે પ્રજાનાં મન હરી લીધાં. તેમના હૃદય પર તેનું સામ્રાજ્ય સ્થપાયું. તેજ તેમના હૃદયનો સમ્રાટ બન્યો.
મહાન નેપોલિયનને માટે એમ કહેવાય છે કે, તેના સૈનિકે તેને પ્રાણથી અધિક ચાહતા હતા. તેનું કારણ એ હતું કે, વિરકેસરી નેપોલિયન પિતાના સૈનિકોના સુખ આગળ પોતાના સુખના ભાગ આપો હતો. વીર સૈકાને માટે પણ તેમજ હતું. સ્ટેન્કાને તેના સૈનિકે એટલા માટે પૂજતા હતા કે પિતાના સૈનિકોના કલ્યાણ માટે તે પિતાની પ્રિયતમ વસ્તુનો પણ ભેગ આપવા આનાકાની કરતો ન હતો. તેમના કલ્યાણ માટે સતત યત્નશીલ રહેતો હતો, પોતાને સ્વાર્થ તુચ્છ લેખતો હતો અને સૈનિકની પ્રેમવેદી પર તેનો ભોગ આપતો હતો. તેના આ અપૂર્વ સ્વાર્થ ત્યાગની એક ટના ઉલેખનીય છે.
એક સમયે વોલ્ગાપરથી તેનું વહાણુ પ્રશિયા તરફ બેધડક આગળ વધતું જતું હતું. વૅગાના તટપ્રદેશ પર તેની ધ્વજા ફરફરતી હતી. જે શહેર, દુર્ગ કે બંદર પ્રતિ તે આંગળી કરતો તે તરત તેને ચરણે આવી પડતાં હતાં. સોનું, રૂપું અને અલંકાર આદિ પુષ્કળ દ્રવ્ય તેને મળતું હતું. પ્રશિયાના વિજયમાં તેને ઘણી સંપત્તિ મળી. પરંતુ એની સાથે તેને એક અપૂર્વ વસ્તુ મળી. સ્ટેન્કા એ વસ્તુને પ્રાણથી અધિક ચાહતો હતો અને તે પણ સ્ટેન્કાને પિતાના હદયમંદિરને દેવ માની આદર ઉપહાર અર્પતી હતી. એ મેન્દીખાન વંશની અત્યંત રૂપવતી યુવતી હતી. તેનું અપવ લાવશ્ય વાંગનાને લજાવે તેવું હતું. સ્ટેન્કાની નજરે એ રૂપસુંદરી વાર તે તેને થઈ રહ્યો. વાસ્તવિક રીતે તે તેની ભાગ્યલક્ષ્મી જ હતી. તે સમયે તે વિજયશ્રીને વરી અને ભાગ્યલમીને લઈ પાછો ફરતો હતો. દિવસના કેટલાક પ્રહર વીતી ગયા હતા. સ્ટેન્કાનું જહાજ વૈજ્ઞાના વક્ષસ્થલ પર કીડા કરતું હતું. મંદ ગતિથી લહરિ સાથે લીલા કરતું જહાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com