________________
www wwww
wwww
ગુજરાત-સમાજસેવા મંડળ પરિષદ-અમદાવાદ
3 આ પરિષદ આવશ્યકતા જાએ છે. એમને સગવડવાળાં રહેઠાણો પૂરાં પાડવાની સરકાર અને ધનવાનોને વિનતિ કરે છે અને પ્રજાસેવકને એ કામમાં કેળવણી ફેલાવવાના અને મદ્યપાનનિષેધના પ્રયત્ન કરવા ભલામણ કરે છે.
(૧૦) બાળરક્ષાગૃહ હિંદુસ્તાનમાં સામાન્ય રીતે ભારે પ્રમાણમાં બાળકોનાં મરણ થાય છે તેની, અને ખાસ કરીને અમદાવાદ જેવા ઉદ્યોગવાળા શહેરમાં જે અસંખ્ય બાળકોનાં મરણ થાય છે તેની, આ પરિષદ દિલગીરી સાથે નોંધ લે છે. એ મરણપ્રમાણ ઘટાડવા સારૂ બાળરક્ષાગૃહો એટલે દેશીઝ' જેમ બને તેમ વધારે થાપવાની જરૂર જણાવે છે તથા જ્ઞાન માતાઓને અને ભાઈઓને બાળકના જન્મ પહેલાં તેમજ પછી યોગ્ય સંભાળ લેવા રસમજણ આપવા સારૂ વ્યવહારૂ પગલાં ભરવા મીલમાલીકે, મ્યુનીસિપાલિટીઓ તેમજ આરોગ્યને લગતું કામ કરનારા મંડળોને આગ્રહપૂર્વક વિનતિ કરે છે.
(૧૧) આરોગ્યમંડળે આપણાં દેશનું મૃત્યુપ્રમાણુ બીજા સુધરેલા દેશની રામરખામણીમાં એટલું બધું મોટું છે કે આખાય પ્રાંતમાં આરોગ્યસુધારણા સારૂ વ્યવહારૂ પગલાં તાબડતોબ લેવાની જરૂર છે; તેથી દરેક નાનાં મોટાં શહેરમાં આરોગ્યમંડળે સ્થાપી, તે દ્વારા જનસમૂહમાં આરોગ્ય વિષે આવશ્યક અને કામ પૂરતી માહિતી ફેલાવવા તેમજ વખતોવખત આરોગ્યપ્રદશન ભરી લોકમત કેળવવા અને તે પાછળ જરૂરી ખર્ચ કરવા આ પરિષદ સરકારને, જીલ્લા અને તાલુકા લોકો અને યુનિસિપાલિટિને વિનતિ કરે છે.
(૧૨) સહકારી મંડળીઓ ગુજરાતનાં મોટાં શહેરોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને રહેવાનાં ઘરોની ઘણી અછત છે અને કેટલાંક કુટુંબને મનુષ્યના રહેઠાણને તદ્દન નકામાં એવાં ઘરોમાં રહેવું પડે છે.
આ અવદશાને લીધે પ્રજાના આરોગ્ય અને સમાજજીવન ઉપર માઠી અસર થયેલી છે એવું આ પરિષદનું માનવું છે અને તે સ્થિતિ દૂર કરવા માટે સહકારી ધોરણ ઉપર હાઉસિંગ સોસાઇટીઓ સ્થાપવામાં મદદ કરવાને અગર ખુલ્લા વિસ્તારોમાં તેવા વર્ગના લોકો માટે આરોગ્યવાળાં ઘરો બંધાય તેવી બીજી કોઈ યોજના કરવાને મીલમાલેક, મ્યુનીસિપાલિટીએ, સરકાર, ધનિકે અને સમાજસેવાને વિનતિ કરે છે.
(૧૩) આરોગ્યભવનો અત્રેનાં આરોગ્યભુવન (સેનેટોરિયમ્સ)ના વહીવટ અને દેખરેખમાં કેટલીક ખામીઓ દાખલ થવા પામી છે, એવું આ પરિષદનું માનવું હોવાથી નીચેના ગૃહસ્થોની એક સમિતિ નીમી, આ પરિષદ એ સમિતિને આ આરેગ્યભવનો સાચાં આરોગ્યભવનો થાય તે માટે શા સુધારાવધારા કરવા આવશ્યક છે, તે સૂચવવા અને તે સંબંધી પિતાનો રિપોર્ટ ત્રણ માસમાં રજુ કરવા વિનતિ કરે છે - ૧–ડો. જી. આર. લવલકર, ૨-ડે. સુમંત મહેતા. ૩-રા. મણિલાલ મગનલાલ અભેચંદ.
(૧૪) સેવામંડળબંધારણ ૧-આખા પ્રાંતમાં સમાજસેવાનું કામ સારી રીતે અને યોજનાપૂર્વક થઈ શકે, અને જુદી જુદી સંસ્થાઓ સાથે એકત્ર જોડાઈ, સહકાર કરવાનું બની શકે તે માટે “ગુજરાતસેવા મંડળ” સ્થાપવા અને તેનું બંધારણ વગેરે ઘડી કાઢવા;
૨-સમસ્ત ગુજરાતમાં સાર્વજનિક અને સેવાકાર્ય કરતી સંસ્થાઓની એક ડિરેક્ટરી, તેના વિષે બની શકે તેટલી માહિતી ભેગી કરી, તૈયાર કરવા અને
૩-વિવિધ પ્રકારના પ્રજાજીવનનો વિકાસ થઈ તેની સંઘટિત અને વ્યવસ્થિત ખીલવણને પિષક એવી એવી જૂદી જૂદી પ્રવૃત્તિઓ માટે નાણું ટ્રસ્ટ તરીકે સ્વીકારી, તે તે પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે યા પિતાની જાતિદેખરેખ નીચે ઉપાડી લેવાનું કાર્ય કરે એવી એક સંસ્થા આવશ્યક છે. તે વિશે ઘટતું કાર્ય કરવાં, આ પરિષદ નીચેના ગ્રહોની એક કમિટી નીમે છે –
૧-પ્રમુખ સાહેબ શ્રીયુત અમૃતલાલ ઠક્કર, ૨-લેડી વિદ્યાબહેન, ૩-ડા, સુમંત મહેતા, ૪-રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com